લૉકડાઉન રેકોર્ડ : દૂરદર્શનના અચ્છે દિન, ‘રામાયણ’, ‘મહાભારત’ને કારણે નંબર 1 ચેનલ, ગ્રામીણ કરતાં શહેરી દર્શકો વધુ

0
39

મુંબઈ. લૉકડાઉન દરમિયાન ‘રામાયણ’ તથા ‘મહાભારત’ જેવી જૂની સિરિયલ્સના પુનઃ પ્રસારણને કારણે દૂરદર્શનની વ્યૂઅરશિપમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC, બાર્ક)ના રિપોર્ટ પ્રમાણે, દૂરદર્શને તમામ એન્ટરટેઈન્મેન્ટ ચેનલને પાછળ મૂકીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. બાર્કના આ વર્ષના 13મા અઠવાડિયાનો રિપોર્ટ જોવામાં આવે તો તમામ જોનર્સમાં દૂરદર્શન 15,96,923 ઈમ્પ્રેશન્સ સાથે ટોચ પર છે. તો હિંદી જનરલ એન્ટરટેઈન્મેન્ટ ચેનલના લિસ્ટમાં પણ 15,64,867 ઈમ્પ્રેશન સાથે પ્રથમ સ્થાન પર છે.

પ્રસાર ભારતીનો દાવો

પ્રસાર ભારતીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર દાવો કર્યો છે કે એક અઠવાડિયાની અંદર દૂરદર્શનની વ્યૂઅરશિપમાં 650 ટકાનો વધારો થયો છે. 12 અઠવાડિયામાં જ્યાં ચેનલની વ્યૂઅરશિપ 267 મિલિયનથી વધુ હતી ત્યાં 13માં અઠવાડિયામાં આ વ્યૂઅરશિપ 2109 મિલિયન કરતાં પણ વધી ગઈ છે.

ગ્રામીણ કરતાં શહેરી વિસ્તારમાં વ્યૂઅરશિપ વધી

ખાસ વાત એ છે કે દૂરદર્શનની વ્યૂઅરશિપ ગ્રામીણ વિસ્તારો કરતાં અર્બન એટલે કે શહેરી વિસ્તારોમાં વધી છે. અર્બન વિસ્તારમાં દૂરદર્શન 9,10,973 ઈમ્પ્રેશન સાથે પહેલા સ્થાન પર છે તો ગ્રામીણ વિસ્તારમાં દૂરદર્શનને 6,53,894 ઈમ્પ્રેશન મળી છે. અહીંયા તે બીજા સ્થાન પર છે. પહેલાં સ્થાન પર દંગલ ચેનલ છે, જેને 8,82,111 ઈમ્પ્રેશન મળી છે.

40 હજાર ટકા વધી વ્યૂઅરશિપ

બાર્કના રિપોર્ટ પ્રમાણે, લૉકડાઉનમાં જૂના શોનું પુનઃ પ્રસારણનો નિર્ણય દૂરદર્શન માટે ફાયદાકારક સાબિત થયો. આ કારણે સવારે તથા સાંજના સ્લોટમાં વ્યૂઅરશિપમાં 40 હજાર ટકાનો વધારો જોવા મળ્યો છે. દૂરદર્શને માત્ર ‘રામાયણ’ તથા ‘મહાભારત’ જ પરંતુ 80-90ના દાયકાના જૂના શોનું પુનઃ પ્રસારણ કર્યું છે, જેમાં ‘ચાણક્ય’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘ઉપનિષદ ગંગા’, ‘અલિફ લૈલા’, ‘બુનિયાદ’, ‘શક્તિમાન’, ‘સર્કસ’ વગેરે જેવા લોકપ્રિય શો સામેલ છે.

‘રામાયણ’ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ જોવાતો શો બન્યો

રામાનંદ સાગરની ‘રામાયણ’ પહેલીવાર 1987માં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. તે સમયે આ સિરિયલ એ હદે લોકપ્રિય થઈ હતી કે રસ્તાઓ સૂમસામ બની જતાં અને કર્ફ્યૂ જેવો માહોલ થતો. હવે, આ સિરિયલનું ફરીવાર પ્રસારણ કરવામાં આવ્યું છે. આજે પણ આ શો એટલો જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે આ સિરિયલ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ જોવાતી સિરિયલ બની ગઈ છે. 13મા અઠવાડિયે આ સિરિયલની વ્યૂઅરશિપ 556 મિલિયન રહી, જે છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ પણ શો માટે સૌથી વધુ છે. ‘મહાભારત’ની વ્યૂઅરશિપ 150 મિલિયન છે.

અન્ય સિરિયલ્સની વ્યૂઅરશિપ

શો ઈમ્પ્રેશન (મિલિયનમાં)
શક્તિમાન 20.8
બ્યોમકેશ બક્ષી 0.8
બુનિયાદ 0.16
દેખ ભાઈ દેખ 0.24
સર્કસ 0.8

 

પ્રાઈવેટ ચેનલને પણ ફાયદો થયો

દૂરદર્શનની જેમ અનેક પ્રાઈવેટ ચેનલે પણ પોતાના જૂના શો ફરીવાર પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે અને તેનો ફાયદો તેમને મળી રહ્યો છે. સ્ટારપ્લસે ‘મહાભારત’નું પ્રસારણ ફરી શરૂ કર્યું છે અને બાર્કના 13મા અઠવાડિયાના રિપોર્ટમાં આ શોને 1.4 મિલિયન વ્યૂઅરશિપ મળી છે. કલર્સે પોતાના શો ‘રામ સિયા કે લવકુશ’ એન્ડ ટીવીએ પોતાની સિરિયલ ‘રામાયણ’ શરૂ કર્યો છે, આ શોને ક્રમશઃ 2.1 મિલિયન તથા 0.25 મિલિયન વ્યૂઅરશિપ મળી છે.

જૂના શો ફરીવાર પ્રસારિત થવાને કારણે સાઉથ ઈન્ડિયન ચેનલ સન ટીવી, દૂરદર્શન પછી બીજા સ્થાન પર છે. આ ચેનલને 13,06,360 ઈમ્પ્રેશન મળી છે તો ત્રીજા સ્થાન પર ચેનલ દંગલ છે, જેને  11,51,414 ઈમ્પ્રેશન મેળવી છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here