ખુશખબર : ગુજરાતમાં 8 ખાનગી યુનિવર્સિટીઓને મળશે મંજૂરી

0
8

ગુજરાત સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટીને દરજ્જો આપવાનો સિલસિલો કોરોના વર્ષમાં પણ ચાલું રહ્યો છે. સતત ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવામાં આવતા કોલેજો જેવી સંસ્થાઓ પણ યુનિવર્સિટીઓ મેળવી લેવામાં પાછીપાની કરતી ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પરિણામે ઉચ્ચ શિક્ષણનું ખાનગીકરણ વધી રહ્યું હોવાની ફરિયાદ પણ ઊઠી રહી છે. ગુજરાતમાં 8 ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી મળવાની શક્યતા જોવાઈ રહી છે. આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં એક વિધેયક લાવવામાં આવશે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં 8 ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી મળશે. ભરૂચમાં પણ ખાનગી યુનિવર્સિટી મંજૂરી અપાશે.

આમ છતાં આ વર્ષે સરકારે આઠ ખાનગી યુનિવર્સિટીને વિધાનસભા સત્રના છેલ્લા દિવસે મંજૂરી આપવા એક વિધેયક રજૂ કરવામાં આવશે. હવે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓ કુલ સંખ્યા વધુ થઈ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભાના છેલ્લા દિવસે એક સાથે આઠ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવાની દરખાસ્ત લઇને આવ્યા હતા.

ગુજરાત વિધાનસભામાં આંઠ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી મળશે. હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભરૂચ અને સુરત સહિતના વિસ્તારમાં ખાનગી યુનિવર્સિટીને મંજૂરી અપાશે. સરકારના નિયમોનુસાર ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી અપાશે. તેના માટે વિધાનસભા ગૃહમાં એક વિધેયક લાવવામાં આવશે.

અગાઉ આ આઠ યુનિર્સિટીઓને મંજૂરી અપાઈ હતી…

-ભાઇકાકા યુનિવર્સિટી, કરમસદ, આણંદ.
-જે.જી.યુનિવર્સિટી,એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ, ડ્રાઇવ ઇ્ન રોડ, અમદાવાદ
-શ્રેયાર્થ યુનિવર્સિટી, શ્રેયાર્થ ફાઉન્ડેશન,ખાનપુર, અમદાવાદ
-ભગવાન મહાવીર યુનિવર્સિટી, અમદાવાદ
-સિલ્વર ઓક યુનિવર્સિટી, એસ.જી.હાઈવે, અમદાવાદ
-લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટી, ફતેવાડી, મકરબા.
-આઈટીએમ યુનિવર્સિટી, વડોદરા.
-ચારુત્તર વિદ્યામંડળ, આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here