ખુશખબર! સતત ચોથા દિવસે પેટ્રોલ થયુ સસ્તુ,જાણો આજના ભાવ

0
34

ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ કિંમતમાં ઘટાડો કર્યો છે.પરંતુ ડીઝલી કિંમતમાં કોઈ બદલાવ આવ્યો નથી.ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલમાં નરમીના કારણે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ગત ચાર દિવસોમાં પેટ્રોલ અંદાજે 30 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તુ થયું છે. 24 જુલાઈના રોજ છેલ્લીવાર પેટ્રોલ મોંઘુ થયું હતું.

રવિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 73.14 રૂપિયા અને ડીઝલ ની કિંમત 66.18 રૂપિયા પ્રતિ લીટર હતું. મુંબઈમાં એક લીટર પેટ્રોલ 78.75 રૂપિયા અને ડીઝલ 69.36 રૂપિયા, કોલકાત્તામાં પેટ્રોલ 75.75 રૂપિયા અને ડીઝલ 68.29 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 75.96 રૂપિયા અને ડીઝલ 69.90 રૂપિયા, નોએડામાં પેટ્રોલ 72.42 રૂપિયા અને ડીઝલ 65.29 રૂપિયા અને ગુરુગ્રામમાં પેટ્રોલ 72.97 રૂપિયા અને ડીઝલ 65.41 રૂપિયા પ્રતિ લીટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here