સોમનાથ દાદાનાં દર્શન કરવા જતા ભક્તો માટે સારા સમાચાર, યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળશે

0
9

સોમનાથ : સોમનાથદાદાનાં દર્શન કરવા જનારા ભક્તો માટે સારા સમાચાર છે. હવે તમે સોમનાથ મંદિરે જશો તો વિનામૂલ્યે ભોજન કરી શકો તે માટે ભોજનાલય શરૂ કરવામાં આવશે. ટ્રસ્ટ સંચાલિત હાલનાં ભોજનાલય પાસે જ આ નવું ભોજનાલય બનશે. જેથી દાદાનાં દર્શન કરનાર લોકોને હવે જમવાની કોઇ અગવડ નહીં પડે.

સોમનાથનાં ટ્રસ્ટી-સચિવ પ્રવિણ લહેરીએ આ અંગે જણાવતા કહ્યું કે, સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારનાં સહયોગથી થઈ રહ્યા છે. ત્યારે સોમનાથ દાદાનાં દર્શને આવતા ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારાજ ભોજનાલય શરૂ કરવામાં આવશે. સોમનાથમાં પૂ. ડોંગરેજી મહારાજ પ્રેરિત અન્નક્ષેત્ર ચાલે છે. ત્યારે હવે ખુદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ સવારે 11થી બપોરે 3 અને સાંજે 7થી રાત્રે 11 સુધી સોમનાથ આવતા પ્રવાસીઓને વિનામૂલ્યે ભોજન પ્રસાદી પીરસાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ આવતા યાત્રિકોને ગાંઠીયા અને બુંદીનો પ્રસાદ વિનામૂલ્યે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. ત્યારે વિનામૂલ્યે ભોજનાલય શરૂ થતાં યાત્રિકોની સુવિધામાં વધારો થશે.

આ ભોજનાલય ક્યારે ખૂલશે તે ટૂંક સમયમાં તારીખ જાહેર કરવામાં આવશે. જે બાદ વિધિવત રીતે તેને કાર્યરત કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here