ખેતી માટે સારા સમાચારઃ સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી આ ડેમોમાં નવા નીરની આવક શરૂ

0
47

સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છેજુદા જુદા ડેમોની વાત કરવામાં આવે તો ભાદર ડેમની સપાટીમાં અડધા ફૂટનો વધારો થયો છે. તો આજી-2 ડેમની સપાટીમાં એક ફૂટ જેટલો વધારો થયો છે. જ્યારે ન્યારી ડેમની સપાટીમાં દોઢ ફૂટનો વધારો થયો છે.તો મોરબીના વાડીસંગ ડેમમાં અઢી ફૂટ પાણીની આવક થઈ છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભોગાવો-2 ડેમમાં 0.50 ફૂટ અને સબુરીમાં 13.12 ફુટ પાણીની આવક થઈ છે. ડેમમાં નવા નીરની આવક થતા ખેતીમાં ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. જેને લઈને ધરતીપુત્રોમાં ખૂશીની લહેર છવાયેલી છે.સૌરાષ્ટ્રમાં પણ ધીમે ધીમે ચોમાસું જામતું જઈ રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગોંડલ તાલુકામાં 5.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ધોરાજીમાં 4 ઈંચ, લોધિકામાં સાડા ત્રણ ઈંચ, ઉપલેટામાં 3 ઈંચ, કોટડામાં બે ઈંચ વરસાદ વરસ્યો, તો પડધરી, રાજકોટ તાલુકામાં અને જામ કંડોરણામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ વિંછીયા અને જસદણમાં દોઢ ઈંચ જ્યારે જેતપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.