Tuesday, October 26, 2021
Homeભારતીય કંપનીઓ માટે સારા સમાચાર, આ 7 દેશોમાં થઈ શકે છે લિસ્ટિંગ
Array

ભારતીય કંપનીઓ માટે સારા સમાચાર, આ 7 દેશોમાં થઈ શકે છે લિસ્ટિંગ

રિલાયન્સ જિયોસ એલઆઈસી અને ભારતીય સ્ટાર્ટઅપ્સ કંપનીઓ માટે સરા સમાચાર છે. સરકાર આ કંપનીઓના વિદેશી શેર બજારોમાં લિસ્ટ થવાનો રસ્તો સાફ કરવા જઈ રહી છે. આના માટે નિયમોમાં જરૂરી ફેરફાર કરવા જઈ રહી છે. સરકાર જલ્દી જ સાત દેશોની યાદી જારી કરશે જ્યાં ભારતીય કંપનીઓ લિસ્ટેડ થઈ શકે છે.

કોર્પોરેટ અફેર્સે મિનિસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટ ઓફે ઈકોનોમિક અફેર્સ ડ્યુઅલ લિસ્ટીંગના નિયમોને સમાપ્ત કરવા પર સહમત થઈ ગયા છે. આ નિયમ અનુસાર, કોઈ કંપની માટે વિદેશમાં લિસ્ટેડ થવા માટે ભારતમાં લિસ્ટેડ હોવું જરૂરી છે. આ નિયમ ખતમ કર્યા બાદ કોઈ પણ કંપની સીધુ જ આ સાત દેશોના શેર બજારોમાં સુચિબદ્ધ થઈ શકે છે. આમાં અમેરિકા, બ્રિટન અને જાપાન સામેલ છે.

પછીથી આ લિસ્ટિંગનું વિસ્તરણ કરવામાં આવશે. આમાં હોંગકોંગને સામેલ કરવામાં નથી આવ્યું. આનું કારણે ચીન સાથે ચાલી રહેલ સીમા વિવાદ છે. ઘણી કંપનીઓએ હોંગકોંગમાં રસ દાખવ્યો છે કેમ કે તે એશિયાનું સૌથી મોટું ફાઈનાન્શિયલ સેન્ટર છે. સૂત્રો અનુસાર, ગિફ્ટ સિટીમાં સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરના વિદેશોમાં ઘણાં શેર બજારો સાથે ટાઈ અપ છે. આનાથી પણ ભારતીય કંપનીઓને મદદ મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments