સરકાર માટે સારા સમાચાર, ડિસેમ્બરમાં 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું GST કલેક્શન

0
18

અર્થવ્યવસ્થાના મોરચે તમામ નકારાત્મક સમાચાર વચ્ચે મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. આર્થિક મંદીની વચ્ચે નવા વર્ષે 2020ના પહેલા દિવસે GSTના મોરચે અર્થવ્યવસ્થાને એક સારા સમાચાર મળ્યા છે. ડિસેમ્બરમાં GST કલેક્શન સતત બીજા મહીને 1 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે.

  • અર્થવ્યવસ્થાના મોરચે તમામ નકારાત્મક સમાચાર વચ્ચે મોદી સરકાર માટે રાહતના સમાચાર
  • ડિસેમ્બરમાં GST કલેક્શન સતત બીજા મહીને 1 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું
  • વર્ષ 2019ના અંતિમ મહીનામાં કુલ જીએસટી કલેક્શન 1,03,184 કરોડ રૂપિયા રહ્યું

વર્ષ 2019ના અંતિમ મહીનામાં કુલ જીએસટી કલેક્શન 1,03,184 કરોડ રૂપિયા રહ્યું છે. નવેમ્બરમાં પણ જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે ઓક્ટોબર મહીનામાં આ આંકડો 95,380 કરોડ રૂપિયા હતું.

કુલ જીએસટીમાં કેન્દ્રીય જીએસટીનું કલેક્શન 19,962 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે રાજ્ય જીએસટીથી વસૂલી 26,792 કરોડ રૂપિયા રહ્યું. એકીકૃત જીએસટીથી વસૂલી 48,099 કરોડ રૂપિયા તથા ઉપકરથી 8331 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા

સરકારે જીએસટી કલેક્શનને વધારવા માટે કોશિશો તેજ કરી દીધી છે. નવા આઇડીયા આપવા, જીએસટી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકાર, ટેક્સ ચોરીની વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. જે લોકો નકલી બિલના ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ઉઠાવી રહ્યા છે, તેમની વિરુદ્ધ તપાસમાં તેજી લાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here