કોરોના વેક્સિન પર ગુડ ન્યૂઝ : અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થશે, ભારતમાં આવતા વર્ષના માર્ચમાં વેક્સિનની આશા.

0
3

કોરોના વેક્સિન વિશે મોટા અને સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થઈ જશે. બીજી બાજુ, બ્રિટન અને જર્મનીમાં પણ ડિસેમ્બર સુધીમાં ઓફિશિયલ રીતે વેક્સિનેશન શરૂ થઈ જશે. જર્મનીના હેલ્થ મિનિસ્ટરે સ્પષ્ટ કર્યું છે કે તેમના દેશમાં ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થઈ જશે.

સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને ઈન્ડિયા ટુડેને જણાવ્યું છે કે ભારતમાં વેક્સિન આવતા વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં આવી જવાની શક્યતા છે. સપ્ટેમ્બર 2021 સુધી 25-30 કરોડ ભારતીયને વેક્સિન આપી દેવામાં આવશે. હેલ્થ વર્કર્સને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે.

અમેરિકા: તૈયારી પૂરી, 11 ડિસેમ્બરથી વેક્સિનેશન

સંક્રમણ અને મોતના મામલે હાલ અમેરિકા એક નંબરે છે. યુએસ કોવિડ-19 વેક્સિન ટાસ્કના હેડ મોન્સેફ સલોઈએ CNNને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે અમેરિકામાં પહેલી વ્યક્તિને વેક્સિન 11 ડિસેમ્બરે આપવામાં આવશે. અમારો પ્રયત્ન છે કે FDA મંજૂરી આપશે કે તરત જ અમે લોકોને વેક્સિન આપવાનું કામ શરૂ કરી દઈશું.એ માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. મને આશા છે કે 11 કે 12 ડિસેમ્બર સુધીમાં અમને મંજૂરી મળી જશે. મોટા ભાગનાં રાજ્યોએ આ માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. 10 ડિસેમ્બરે FDAની મહત્ત્વની મીટિંગ થવાની છે. માનવામાં આવે છે કે આ દિવસે જ એજન્સી દ્વારા વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવશે.

સ્પેન: જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશન

સ્પેનના પીએમ પેડ્રો સાંચેજે રવિવારે જણાવ્યું હતું કે દેશમાં વેક્સિનેશનનું કામ જાન્યુઆરીમાં શરૂ કરી દેવામાં આવશે. અમે અમારા તરફથી જરૂરી તમામ વ્યવસ્થાઓ શરૂ કરી દીધી છે. અમે એવું માનીએ છીએ કે દેશમાં જાન્યુઆરીથી વેક્સિનેશનનું કામ શરૂ કરી દેવામાં આવશે અને ત્રણ મહિનામાં સમગ્ર દેશના લોકોને વેક્સિન આપી દેવામાં આવશે. સ્પેન અને જર્મની યુરોપના પહેલા એવા દેશ હશે જ્યાં કમ્પ્લિટ વેક્સિનેશન કરવામાં આવશે. દેશમાં કુલ 13 હજાર વેક્સિનેશન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.

અમેરિકા પહેલાં બ્રિટનમાં આવી શકે છે વેક્સિન

ધી ગાર્ડિયનના એક રિપોર્ટ પ્રમાણે, ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિનને આ સપ્તાહે મંજૂરી મળી શકે છે. જો આવું થશે તો ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં અહીં વેક્સિનેશન શરૂ થઈ જશે. ફાઈઝર અને બાયોએનટેકે અમેરિકા અને યુરોપીય દેશોની સંબંધિત સંસ્થાઓ પાસે વેક્સિનની મંજૂરી માગી છે. બંને કંપનીઓએ દાવો કર્યો છે કે તેમની વેક્સિન ટ્રાયલ દરમિયાન 95 ટકા ઈફેક્ટિવ રહી અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ દેખાઈ ન હતી. આ પહેલાં મોડર્નાએ દાવો કર્યો છે કે તેમની વેક્સિન 94.5% ઈફેક્ટિવ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here