ગુડ ન્યૂઝ : ‘બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા’ નામ સાથે PUBGનું કમબેક

0
7

જો તમે PUBG લવર્સ છો તો તમારા માટે સારા સમાચાર છે. PUBGની ઓનર સાઉથ કોરિયન વીડિયો ગેમ હોલ્ડિંગ કંપની Kraftonએ ઓફિશયલી PUBGનું કમબેક કન્ફર્મ કર્યું છે. કંપનીના નવાં પોસ્ટર પ્રમાણે ભારતમાં PUBG ‘બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા’ નામ સાથે કમબેક કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પર તેનું ટીઝર પણ રિલીઝ કર્યું છે.

ક્રાફ્ટનના જણાવ્યા પ્રમાણે આ ગેમ માત્ર ભારતીયો માટે જ હશે. તેના રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કંપની battlegroundsmobileindia.com વેબસાઈટ પણ ટૂંક સમયમાં લોન્ચ થશે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ગેમ ફ્રી હશે.

કંપનીએ નવું ટીઝર રિલીઝ કરવાની સાથે યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજનું નામ બદલી બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા રાખ્યું છે.

કંપનીના નવાં ટીઝરમાં જોઈ શકાય છે કે નવાં નામ સાથેની ગેમ જૂનાં PUBG જેવી જ છે. ઈવન તેનું મ્યુઝિક પણ પહેલાં જેવું જ છે. તેમાં પ્લેયર પેરાશૂટ સાથે ગ્રાઉન્ડ પર લેન્ડ થતો જોવા મળે છે.

ગત વર્ષે સરકારે PUBG પર બૅન લગાવ્યો હતો

ભારતીય યુઝર્સની સિક્યોરિટી અને દેશની સંપ્રભુતાના જોખમને ધ્યાનમાં રાખી આ મોસ્ટ પોપ્યુલર ગેમ સરકારે બૅન કરી હતી. ત્યારથી PUBG સરકાર સાથે કમબેક માટે વાટાઘાટો કરી રહી હતી. ફાઈનલી યુઝર પોલિસીના ફેરફારો સાથે હવે આ ગેમ લોન્ચ થવા જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here