Saturday, September 25, 2021
Homeસારી યાદો સાથે અલવિદા : કેન્સરની દર્દી હેથર બોને મૃત્યુ પહેલા શાનદાર...
Array

સારી યાદો સાથે અલવિદા : કેન્સરની દર્દી હેથર બોને મૃત્યુ પહેલા શાનદાર પાર્ટીનું આયોજન કર્યું

40 વર્ષીય એક કેન્સર દર્દીનું નામ હેથર બોન છે. જ્યારે તેને ડૉક્ટર દ્વારા ખબર પડી કે તે એક મહિના સુધી જ જીવી શકશે તો તેને એક પાર્ટી હોસ્ટ કરી જેથી તે પોતાના લોકોની સાથે સારી યાદો લઈને આ દુનિયાને અલવિદા કહી શકે. આ પાર્ટીમાં તેને એમ પણ કહ્યું કે, તેની પાસે જિંદગીના ઓછા દિવસ છે. હેથરે તે લોકોનો આભાર વ્યક્ત કર્યો જે તેની પાર્ટીમાં આવ્યા હતા.

આ કેન્સર દર્દીને બે બાળકો છે જેમનું નામ સેલ્સી અને સસેક્સ છે. હેથરે જણાવ્યું કે, હું ઈચ્છું છું કે મારા મૃત્યુ પહેલા લોકો મને અલવિદા કહી દે. મને એ જોઈને ખરાબ લાગે છે કે લોકો અંતિમ વિધિમાં જાય છે પરંતુ આ દુનિયાને છોડીને જતા લોકોને અલવિદા નથી કહેતા. તેના અનુસાર, એવા ઘણા લોકો છે જે મહામારીના કારણે આ દુનિયા છોડીને જતા રહ્યા અને લોકો તેમને અલવિદા પણ ન કહી શક્યા. હું તે બધાની સાથે ડાન્સ કરવા માગતી હતી અને અંતિમ સમયમાં તેમને અલવિદા કહેવા માગતી હતી.

બોન ઈચ્છે છે કે તેના મૃત્યુ બાદ બંને બાળકો ખુશ રહે. તે કહે છે- હું મારા મૃત્યુને કારણે કોઈને દુઃખી જોવા નથી માગતી. થઈ શકે છે કે તેની આ વિચારસરણીને કારણે બાળકોનું વલણ સકારાત્મક થાય. બોનના અનુસાર, મારા બાળકો હજી નાના છે. હું નથી ઈચ્છતી કે મારા મરી ગયા પછી તેઓ ડિપ્રેશનમાં આવી જાય. હું મરવાથી નથી ડરતી પરંતુ હું મારા બાળકોને આ દુનિયામાં એકલા છોડવાથી ડરું છું.

હેથરને સૌથી પહેલા 2019માં હાથ પર સોજો આવ્યો હતો. તેને ડૉક્ટરે સામાન્ય ગણાવ્યો. પરંતુ જ્યારે કેટલાક લક્ષણ સામે આવ્યો તો ખબર પડી કે તેને કેન્સર છે. બાદમાં બ્રેસ્ટ કેન્સર હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ કિમોથેરપી, રેડિયોથેરપી અને સર્જરી પણ થઈ. 2020માં તેને ફરીથી કેન્સર થયું. ફન લવિંગ બોન આ દુનિયાને હસતા હસતા અલવિદા કહેવા માગતી હતી. તેથી તેને પાર્ટી પણ હોસ્ટ કરી અને કેક પણ કટ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments