Saturday, September 25, 2021
Home'તારક મહેતા...'ને અલવિદા : જે કલાકારોએ જેમણે શો છોડી દીધો તે કલાકારો...
Array

‘તારક મહેતા…’ને અલવિદા : જે કલાકારોએ જેમણે શો છોડી દીધો તે કલાકારો હાલ ક્યા છે અને શું કરે છે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને આજે એટલે કે 28 જુલાઈ, 2021ના રોજ 13 વર્ષ પૂરાં થયા છે. આ સિરિયલ 2008માં શરૂ થઈ હતી. આ સિરિયલમાં અત્યાર સુધી ઘણાં કલાકારો આવ્યા અને ઘણાં કલાકારોએ શો છોડી પણ દીધો છે. આજે આપણે એ કલાકારો વિશે વાત કરીશું, જેમણે શો છોડી દીધો છે. હાલમાં આ કલાકારો ક્યા છે અને શું કરે છે તે જાણીએ.

દિશા વાકાણી (દયાભાભી)

દિશા વાકાણી આ શો શરૂ થયો ત્યારથી એટલે કે વર્ષ 2008થી આ શો સાથે જોડાયેલી હતી. તેણે આ શોમાં વર્ષ 2017 સુધી કામ કર્યું હતું. વર્ષ 2017માં દિશાએ સપ્ટેમ્બર મહિનામાં મૅટરનિટી લીવ લીધી હતી અને તે સમયે એવી ચર્ચા હતી કે દિશા માર્ચ, 2018માં શોમાં પરત ફરશે. જોકે, દિશા આજ દિવસ સુધી પરત ફરી નથી. મેકર્સે જ્યારે દિશાનો શોમાં પરત ફરવા અંગે સંપર્ક કર્યો ત્યારે દિશાએ એવું કહ્યું હતું કે તે દીકરીના ઉછેર પર ધ્યાન આપવા માગે છે અને તેણે હજી થોડો સમય બ્રેક જોઈએ છીએ. મેકર્સે આ વાત માની લીધી હતી. આટલા વર્ષો બાદ પણ દિશા શોમાં પરત ફરી નથી. હાલમાં દિશા સંપૂર્ણ રીતે પરિવાર તથા દીકરીના ઉછેર પર ધ્યાન આપી રહી છે. આ સિરિયલમાં કામ કરવાનું બંધ કર્યું પછી, દિશા એક પણ શો કે જાહેરાતમાં જોવા મળી નથી.

ભવ્ય ગાંધી (ટપુ)

24 વર્ષીય ભવ્યએે આ શોમાં 2008થી સિરિયલની શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. ભવ્યે આ શોમાં નવ વર્ષ સુધી કામ કર્યું હતું. જ્યારે તેણે આ સિરિયલ છોડી ત્યારે તે મીઠીબાઈ કોલેજમાં B.Comના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અસિત મોદીના મતભેદને કારણે ભવ્ય ગાંધીએ આ શો છોડી દીધો હતો. આ શો છોડ્યા બાદ ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ કરી હતી. ત્યારબાદ ભવ્યે હિંદી સિરિયલ ‘શાદી કે સિયાપા’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત હાલમાં ભવ્ય ગાંધી પાસે ગુજરાતી ફિલ્મ ‘તારી સાથે’ તથા ‘ડૉક્ટર ડૉક્ટર’ છે.

મોનિકા ભદોરિયા (બાંવરી)

મોનિકા ભદોરિયા શોમાં બાંવરીનો રોલ પ્લે કરતી હતી. મોનિકાએ પોતાની ફી વધારવાની ડિમાન્ડ કરી હતી. આ શો છોડ્યા બાદ મોનિકા અન્ય કોઈ શોમાં જોવા મળી નથી. મોનિકા ફોટોશૂટમાં વ્યસ્ત રહેતી હોય છે. આ ઉપરાંત તે પરિવાર સાથે સમય પસાર કરે છે.

ઝીલ મહેતા (સોનુ)

ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે ‘તારક મહેતા..’માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલ આ શોમાં ‘સોનુ ભીડે’નું પાત્ર ભજવતી હતી. ઝીલે લગભગ ચાર-સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. ઝીલ મહેતા હાલમાં મમ્મી લતાબેનના બ્યૂટીપાર્લરમાં મદદ કરે છે. આ ઉપરાંત તે જાહેરાતમાં પણ જોવા મળતી હોય છે. સિરિયલ છોડ્યા બાદ ઝીલ અન્ય કોઈ સિરિયલમાં જોવા મળી નથી.

નિધિ ભાનુશાલી (સોનુ)

સોનુનું પાત્ર નિધિ ભાનુશાલી ભજવતી હતી પરંતુ આ એક્ટ્રેસ કામ તથા અભ્યાસ વચ્ચે બેલેન્સ રાખી શકતી નહોતી. આથી જ તેણે ભણવા માટે થઈને આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિ વર્ષ 2012માં જ્યારે આ શો સાથે જોડાઈ ત્યારે તેની ઉંમર 13 વર્ષની હતી. નિધિએ 2019માં ફેબ્રુઆરીમા આ શો છોડ્યો હતો. નિધિ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. નિધિની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થતી હોય છે. આ સિરિયલ છોડ્યા બાદ નિધિ અન્ય કોઈ જાહેરાત કે શોમાં જોવા મળી નથી. હાલમાં નિધિ રોડ ટ્રિપ પર છે.

ગુરુચરણ સિંહ (સોઢી)

સિરિયલમાં સોઢીનો રોલ ટીવી એક્ટર ગુરુચરણ સિંહ પ્લે કરતો હતો. ગુરુચરણે વર્ષ 2008થી વર્ષ 2013 સુધી આ સિરિયલમાં કામ કર્યું હતું. જોકે, પછી મેકર્સને ગુરુચરણ સામે વાંધો પડ્યો હતો અને તેને કારણે ગુરુચરણે શો છોડી દીધો હતો. ગુરુચરણને સ્થાને લાડ સિંહ માન આવ્યો હતો. ગયા વર્ષે લૉકડાઉન બાદ શૂટિંગ શરૂ થયું ત્યારે ફરી એકવાર ગુરુચરણે શો છોડી દીધો હતો અને તેના સ્થાને ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ બલવિંદર સિંહ જોવા મળે છે. તે સમયે ગુરુચરણ સિંહના પિતાની તબિયત સારી નહોતી અને તાત્કાલિક ઓપરેશન કરવાનું હોવાથી તેણે શો છોડ્યો હોવાની ચર્ચા હતા. આ સિરિયલ બાદ ગુરુચરણ અન્ય કોઈ શોમાં જોવા મળ્યો નથી. આ વર્ષે એપ્રિલમાં ગુરુચરણ અમેરિકા ફરવા ગયો હતો. હવે એવી ચર્ચા છે કે ગુરુચરણ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરશે.

લાડ સિંહ માન (સોઢી)

ગુરુચરણ સિંહે શો છોડ્યા બાદ સિરિયલમાં રોશન સિંહ સોઢીનો રોલ ટીવી એક્ટર લાડ સિંહ માને ભજવ્યો હતો. જોકે, લાલ સિંહ માને માત્ર એક જ વર્ષ આ શોમાં કામ કર્યું હતું. ચાહકોને સોઢીના રોલમાં લાડ સિંહ માન પસંદ આવ્યો નહોતો અને આ જ કારણે મેકર્સે તેને રિપ્લેસ કર્યો હતો. લાડ સિંહ માન પછી કોઈ સિરિયલમાં જોવા મળ્યો નથી.

દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી)

વર્ષ 2013માં જેનિફર મિસ્ત્રીના સ્થાને દિલખુશ રિપોર્ટરને લેવામાં આવી હતી. જોકે, ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2016માં દિલખુશે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. ચર્ચા હતી કે દિલખુશની તબિયત સારી રહેતી ના હોવાને કારણે તેણે શો છોડવાનું નક્કી કર્યું હતું. દિલખુશે એક્ટિંગ વર્લ્ડને અલવિદા કહી દીધું છે. તે પરિવારને સમય આપી રહી છે.

નેહા મહેતા (અંજલિભાભી)

નેહા મહેતાએ ગયા વર્ષે શો છોડી દીધો હતો. આ વર્ષની શરૂઆતમાં નેહા મહેતાએ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ગુજરાતી ફિલ્મ મહિલા કેન્દ્રિત છે. ફિલ્મમાં મહિલાઓની શક્તિ અંગે વાત કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા મોડર્ન નવદુર્ગા સાથે જોડાયેલી છે. ‘તારક મહેતા..’ સિરિયલ છોડ્યા બાદ નેહા મહેતાને બે ટીવી શોની ઓફર મળી હતી. જોકે, તે ઓફર તેણે સ્વીકારી નહોતી, કારણ કે ત્યારે તે ટીવી શોના પાત્રો અંગે કોન્ફિડન્ટ નહોતી. તેને લાગ્યું કે તે પાત્રોને ન્યાય આપી શકશે નહીં. આથી જ તેણે તે ઓફર્સ નકારી હતી. ગુજરાતી ફિલ્મ ઉપરાંત નેહા હાલમાં એક નોવેલ તથા કેટલીક કોલમ પણ લખી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments