પાવાગઢ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ચોરોએ માતાજીના સોનાના દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આટલી સુરક્ષા હોવા છતા વિશ્વ પ્રસિદ્ધ પાવાગઠ મંદિરમા ચોરોએ પ્રવેશ કેવી રીતે કર્યો તેને લઇ પોલીસતંત્રની કામગીરી પર શંકા સર્જાઇ છે.
વિશ્વ પ્રસિદ્ધ પાવાગઢ મંદિરમા દર્શનાર્થે લાખો લોકોની સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે આજે આ મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાવાગઢમાં આવેલ માતાજીના મંદિરમાં માતાજીના દાગીના ચોરી કરવાનો પ્રયાસ ચોરો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ખડભળાટ મચી ઉઠ્યો છે.
સવારના સમયે મંદિરમાં માતાજીની સામાન સામગ્રી વેર વિખેર જોવા મળી હતી. જેને લઇ ચોરો દ્વારા આવી કરતૂત કરવામાં આવી હોવાની શંકા સેવાઇ રહી છે. સમગ્ર ઘટનાને લઇ પ્રસિદ્ધ અને હંમેશા સુરક્ષામાં રહેતા મંદિરમાં ચોરોએ પ્રવેશ કેમનો કર્યો તે પ્રશ્ન લોકોમાં જાગ્યો છે. ત્યારે હાલ આ ઘટનાને લઇ પાવાગઢ પોલીસ અને ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને ઘટનાને લઇ કાર્યવાહી હાથ ધરી છે. જોકે મંદિર આજુબાજુથી સીસીટીવી કેમેરાથી સજ્જ હોઇ સમગ્ર ઘટના ટૂંક સમયમાં સામે આવે તેવી શક્યતાઓ છે. તપાસ માટે મંદિરમાં દર્શન બંધ કરાયા છે. પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.