- Advertisement -
અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામ નજીક રેલવે સ્ટેશન સામે પીપાવાવ પોર્ટ તરફ ગુડ્સ ટ્રેન જઈ રહી હતી ત્યારે અચાનક વચ્ચે આવેલ એક વેગન રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી જતા ટ્રેન ઉભી રહી હતી. ગુડ્સ ટ્રેન હોવાને કારણે મોટી દુર્ઘટના અહીં ટળી છે ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ દોડ્યા છે અને આ વેગનને રિપેરીંગ કરવા માટે કારીગરો પણ અહીં આવી રહ્યા છે સ્થાનીક કર્મચારીઓ હાલ ઘટના સ્થળે તપાસ કરી રહ્યા છે.
અગાઉ સાવરકુંડલા તાલુકામાં બાઢડા સહિત આસપાસના વિસ્તારમાં અનેક વખત ટ્રેઇન રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી જવાની ઘટના અને વેગન છુટો પડી જવાની ઘટના ભૂતકાળમાં અનેક વખત બની ચુકી છે. ત્યારે રેલવેના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી છે. ક્યાં કારણોસર આ પ્રકારની ઘટના સામે આવી રહી છે હાલ આસપાસના ઢસા ભાવનગર રેલવે જંકસનની મુખ્ય ઓફિસ પણ જાણ કરી દેવાઈ છે.