ગૂગલે ત્રણ દિવસના વીકલી ઓફની જાહેરાત કરી, હવે સપ્તાહમાં ચાર દિવસ જ કામ કરશે કર્મચારીઓ, અન્ય કંપનીઓમાં પણ કરાઈ માંગ

0
6

દિગ્ગજ ટેક કંપની ગૂગલના કર્મચારીઓને હવે સપ્તાહમાં ત્રણ દિવસનો વીકલી ઓફ મળશે. કંપનીએ પોતાના દુનિયાભરમાં રહેલા કર્મચારીઓને સપ્તાહમાં ફક્ત ચાર જ દિવસ કામ કરવા જણાવ્યું છે અને ત્રણ દિવસના વીકલી ઓફની જાહેરાત કરી છે. એટલે કે હવે દુનિયાભરમાં કાર્યરત ગૂગલના દરેક કર્મચારીઓને શુક્રવારથી લઈને રવિવાર સુધી વીકલી ઓફ મળશે. કર્મચારીઓએ સોમવારથી ગુરુવાર સુધી કામ કરવું પડશે. કોરોના મહામારીના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે.

જાણો શું કહ્યું કંપનીએ?
કંપનીએ તેના કર્મચારીઓને એક નોટ મોકલીને જણાવ્યું છે કે ઘરેથી કામ કરવાથી કર્મચારીઓના કામકાજના કલાકોમાં વધારો થયો છે. જેના કારણે કર્મચારીઓમાં દબાણ જોવા મળી રહ્યું છે. તેથી, કંપનીએ દરેક વિભાગના સંચાલકોને તેની ટીમને સપોર્ટ કરવા માટે જણાવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે નવી વ્યવસ્થા દ્વારા દરેક કર્મચારીના કામ પ્રત્યે જવાબદારી અને સમયની સીમા પણ નક્કી કરવાંમાં આવે. જેનાથી કર્મચારીઓ પર કામનું ભારણ ઓછું થશે.

અલ્ટરનેટ વીક ઓફનો પણ વિકલ્પ
કંપનીએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈ કર્મચારી તેમના વીકલી ઓફના દિવસે કામ કરે છે એટલે કે શુક્રવારથી રવિવાર દરમિયાન કોઈ કામ કરે તો સોમવારે તેને વીક ઓફ આપવામાં આવશે. તે સાથે જ કંપનીએ એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે, ટેક્નિકલ પર્સનલ શુક્રવારે ઓફ નહીં લઈ શકે. આ પગલું એટલા માટે લેવું પડ્યું કારણકે કંપનીના અધિકારી તેમના કર્મચારીઓ શું સમર્થન આપે તે શોધી રહ્યા છે. ગૂગલના કર્મચારી આગામી વર્ષ જુલાઈ 2021 સુધી ઘરેથી કામ કરવાના છે.

કંપની આ પહેલાં પણ ચર્ચામાં રહી હતી
નોંધનીય છે કે, હાલ સોશિયલ મીડિયા પર આ મામલે ગૂગલના વખાણ થઈ રહ્યા છે. કંપનીના આ નિર્ણયના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય શરૂ થઈ ગયો છે. હવે અન્ય કંપનીઓના કર્મચારીઓ પણ સમાન પ્રોટોકોલની માગણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અન્ય કંપનીઓના કર્મચારીઓ દ્વારા આવી વ્યવસ્થા લાગુ કરવાની માગણી કરી રહ્યા છે. ઘણી કંપનીના કર્મચારીઓ આ પ્રમાણેનું પગલું લેવાની માગણી કરી રહ્યા છે. લોકો છેલ્લા છ મહિના કરતા પણ વધારે સમયથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. શક્યતા છે કે, ગૂગલ પછી અન્ય કંપની પણ આ પગલા લઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here