ગૂગલ મેપમાં ટૂંક સમયમાં સંભળાઈ શકે છે અમિતાભનો અવાજ, નેવિગેશન માટે કંપનીએ બચ્ચનનો સંપર્ક કર્યો

0
0

નવી દિલ્હી. ગૂગલ મેપ હાલના સમયમાં ડ્રાઇવિંગનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ડ્રાઇવિંગ કરતી વખતે, ગૂગલ મેપમાંથી એક મહિલાનો અવાજ આવે છે, જે મુજબ આપણે આપણો રસ્તો પસંદ કરીએ છીએ. હવે કંપની નેવિગેશન સાથે બોલીવુડના સમ્રાટ અમિતાભ બચ્ચનના અવાજને જોડવાની યોજના બનાવી રહી છે. અહેવાલ છે કે, ખૂબ જ ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન ગુગલ મેપ પર પોતાનો અવાજ આપી શકે છે. હાલમાં ગૂગલ મેપ નેવિગેશન માં ન્યૂયોર્કના કેરેન જેકબ્સનનો અવાજ સંભળાય છે.

ગુગલ અને અમિતાભ બચ્ચન વચ્ચે વાત ચાલી રહી છે
મિડ ડેના રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ તેના ગૂગલ મેપ માટે અમિતાભ બચ્ચનના અવાજની મદદ લઈ શકે છે. આ અંગે અમિતાભ સાથે વાતચીત ચાલી રહી છે. કંપનીએ અમિતાભનો સંપર્ક પણ કર્યો છે. અમિતાભ બચ્ચન તેમના દમદાર અવાજ માટે જાણીતા છે. તેનો અવાજ દેશમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા અવાજોમાંનો એક છે. આવી સ્થિતિમાં, અમિતાભનો અવાજ ગૂગલ મેપ નેવિગેશન માટે વધુ સારો વિકલ્પ બની શકે છે.

હજુ બંને પક્ષોએ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી
હાલમાં અમિતાભ બચ્ચન અને ગુગલ દ્વારા આની કોઈ પુષ્ટિ થઈ નથી. આ મહિનામાં 12 જૂને અમિતાભ બચ્ચનની ‘ગુલબો સીતાબો’ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરના પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here