ગૂગલનાં CEO સુંદર પિચાઈને સૌથી વધુ ૨૪૨ મિલિયન ડોલરનું પેકેજ !

0
22

। સાન ફ્રાન્સિસ્કો ।

ગૂગલ તેમજ અન્ય કંપનીઓની પેરન્ટ કંપનીનાં નવા વરાયેલા સીઈઓ સુંદર પિચાઈને વર્ષ ૨૦૨૦માં વેતનનાં પેકેજ તરીકે ૨૪૨ મિલિયન ડોલરની જંગી રકમ ચૂકવવામાં આવશે. આગામી ૩ વર્ષ સુધી તેમને પર્ફોર્મન્સનાં આધારે કંપનીનાં ૨૪૦ મિલિયન ડોલરનાં શેર આપવામાં આવશે જ્યારે ૨ મિલિયન ડોલરનો પગાર ચૂકવવામાં આવશે. ગયા વર્ષે કંપનીનાં પૂર્વ સીઈઓ લેરી પેજને આ કામ માટે ૧ મિલિયન ડોલરનો પગાર ચૂકવાયો હતો. સર્ચ એન્જિન સેક્ટરની અગ્રણી કંપનીનાં કોઈપણ ટોચના અધિકારીને આપવામાં આવેલું આ મોટામાં મોટું પગાર પેકેજ છે.

પિચાઈએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરને સફળ બનાવવા માટે ભારે જહેમત કરી હતી

પિચાઈએ ગૂગલ ક્રોમ બ્રાઉઝર તેમજ ગૂગલ ટૂલબારને સફળ બનાવવા માટે ભારે જહેમત કરી હતી. તેઓ માઈક્રોસોફ્ટનાં સંભવિત સીઈઓ તરીકે ફ્રન્ટ રનર હતા. જો કે ફેબ્રુઆરી ૨૦૧૪માં સત્યા નદેલાને માઈક્રોસોફ્ટનાં સીઈઓની કામગીરી સંભાળી હતી. એપલનાં સીઈઓ ટીમ કૂકે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમને સૌથી વધુ ૩૭૬ મિલિયન ડોલરનું પેકેજ આપવામાં આવ્યું હતું.

પિચાઈને પેરેન્ટ કંપની આલ્ફાબેટનું સુકાન પણ સાંપાયું

ગૂગલનાં સહસ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિને આ મહિનાની શરૂઆતમાં ઈન્ટરનેટ કંપનીનાં વડા તરીકે હોદ્દા પરથી રાજીનામાં આપ્યા હતા. તેમણે ૨૧ વર્ષ પહેલાં આ કંપનીની સ્થાપના કરી હતી. તેમણે સુંદર પિચાઈને ગૂગલ ઉપરાંત પેરેન્ટ કંપની આલ્ફાબેટનું સુકાન પણ સોંપ્યું હતું. પિચાઈએ ગૂગલમાં ૧૫ વર્ષ કામ કર્યું હતું. હવે અમેરિકાનાં સાંસદો જ્યારે ડેટા પ્રાઈવસી અને મોનોપોલી મુદ્દે હોબાળો મચાવી રહ્યા છે ત્યારે સુંદર પિચાઈએ નવી જવાબદારી સંભાળવાનો સમય આવ્યો છે. સુંદર પિચાઈએ જ્યારે ૨૦૧૫માં ગૂગલનાં ચીફનો હોદ્દો સંભાળ્યો ત્યારે તેમનો પગાર ૬,૫૨,૫૦૦ ડોલર હતો. જો કે પછીના વર્ષે તેમને કંપનીનાં શેર પેટે ૧૯૯ મિલિયન ડોલરનું પેકેજ અપાયું હતું. ૨૦૧૮માં પિચાઈએ વેતન પેટે ૧૯ લાખ ડોલર મેળવ્યા હતા. તે વખતે તેમનો મૂળ પગાર ૬,૫૦,૦૦૦ ડોલર હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here