સાથ નિભાના સાથિયા-2માં ગોપી, કોકિલા સાથે રાશિ નહીં જોડી જમાવશે ગેહના, નવા કલાકારોની થઈ શકે છે એન્ટ્રી

0
12

રસોડે મૈં કૌન થા….. ટ્રેન્ડ થયા બાદ સાથ નિભાના સાથિયા 2 ની વાપસીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. આ શો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. શોનું ટીઝર પણ મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. આ શોમાં દેવોલિના ભટ્ટાચારજી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાથે જ નિર્માતાઓએ નવા પાત્રની એન્ટ્રી પણ શોમાં કરી છે. પાત્રનું નામ ગેહના છે. જો કે ગહેનાની ભૂમિકા કોણ ભજવશે તે અંગે સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યં છે. પરંતુ ટેલીવૂડની કોઈ વાત છાની રહી શકતી નથી. ચર્ચાઓ સામે આવી છે કે ગેહનાના પાત્ર માટેના મેકર્સ નીતિ ટેલર, કાંચી સિંહ જેવા નામો પર વિચાર કરી રહ્યા છે.

શોમાં ગહેનાની સામે લીડ એક્ટર કોણ હશે તેની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. શોના મેઈન લીડ એક્ટર તરીકે નિર્માતાઓ હર્ષ રાજપૂત, રજત ટોકસ, પ્રિયાંશુ જોરા, શ્રવણ રેડ્ડી અને મિશકત વર્માના નામ પર વિચાર કરી રહ્યા છે. જોકે, નિર્માતાઓએ હજી સુધી કોઈના નામની પુષ્ટિ કરી નથી.

શોના નિર્માતા રશ્મિ શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે 2010 માં આ શો પ્રસારિત થયો હતો, તો તે આજ સુધી ચર્ચામાં રહ્યો હતો. શો બંધ થયા પછી પણ મારા મન તેના કમબેકના વિચારો ચાલી રહ્યા હતા. મોટાભાગના લોકોએ કોરોના લોકડાઉન વચ્ચે શોનો રિપીટ ટેલિકાસ્ટ જોયો. ત્યારબાદ શોના પાર્ટ-2ની સત્તવાર જાહેરાત કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે સાથ નિભાના સાથિયા 2 માં ઘણા નવા ચહેરા જોવા મળશે. સ્ટોરીમાં પણ ઘણાં ટ્વિસ્ટ હશે. આ ફેમિલી શો રહેશે અને સંબંધોની આસપાસ ફરશે. શોમાં કોકિલાબેન અને ગોપી વહુ ફરીથી જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here