DGPની કાર્યવાહી : અકોટામાંથી રૂા.2.68 લાખનો દારૂ પકડાતા ગોત્રી PI અને PSI સસ્પેન્ડ

0
0

અકોટા હાઉસિંગ બોર્ડના મકાનમાંથી તથા મકાન પાસેની ગલીમાંથી અને વાનમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ એ બુટલેગર યોગેશ પાટીલે છુપાવેલો 2.68 લાખ નો દારૂનો જથ્થો મળી 4.77 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. વિશાળ જથ્થામાં દારૂ પકડાતા રાજ્ય ના ડીજીપી આશિષ ભાટિયાએ ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. ગોહીલ અને પીએસઆઈ એચ. જી. ગોહિલ ને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.પોલીસે યોગેશ પાટીલ અને તેનો ભાઈ ધર્મેશ પાટીલ સહિત 5 જણાં સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અકોટા ના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાન માં યોગેશ પાટીલ દારૂનો જથ્થો છુપાવી વેચી રહ્યો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ને મળતા રવિવારે બપોરે દરોડો પાડ્યો હતો. પોલીસે દારૂ વેચતા જીતેન્દ્ર પંડિત રામ પાટીલ અનિલ કોંદેરમ ઉત્તેકરને ઝડપી લઇ તપાસ કરતાં મકાન પાસે પાર્ક કરાયેલી વાનમાંથી તથા ગલીમાંથી દારૂ નો કેટલોક જથ્થો જપ્ત કર્યો હતો ત્યારબાદ મકાન નુ લોક તોડી ને તપાસ કરાતા 2.68 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે જીતેન્દ્ર પાટીલ અને અનિલની પૂછપરછ કરતા આ વાન યોગેશ પાટીલની હોવાનું બહાર આવ્યું હતું. જીતેન્દ્ર પાટીલ નો નાનો ભાઈ યોગેશ પાટીલ એ (રહે નવી ચાલી અકોટા પોલીસ લાઈન પાસે )આ દારૂનો જથ્થો રવિવારે સવારે બુટલેગર લાલુ સિંધી પાસેથી મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 4.77 લાખનો મુદ્દામાલ કબજે કરી યોગેશ પંડિતરાવ પાટીલ તથા ધર્મેશ પાટીલ અને લાલુ સિંધીને વોન્ટેડ જાહેર કર્યા હતા. ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે તે વિસ્તારમાં દારૂનો વિશાળ જથ્થો પકડાયો હોવાથી ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ગોત્રી પી આઈ અને પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન પોલીસને દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે રવિવારે સાંજે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં-24 પાસે દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે, વડોદરા શહેરના અકોટા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા યોગેશ પાટીલ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લાલુ સિંધી પાસેથી મંગાવીને કારમાં વેચાણ કરે છે, જેના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. દરોડા દરમિયાન પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે જીતેન્દ્ર પાટીલ(રહે, સુધરાઈ સ્લમ ક્વાટર્સ, અકોટા, વડોદરા) અને અનિલ ઉતેકર(રહેવાસી, પતરાની નવી ચાલી, અકોટા, વડોદરા) પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા, તેઓની અંગજડતી દરમિયાન રોકડા 4 હજાર રૂપિયા તથા મોબાઇલ ફોન મળી આવ્યા હતા અને મારૂતિવાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા પાઉચ તથા બીયરના ટીન રૂ 2,68,185ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.

પોલીસને વેચાણ બાબતના કોલ રેકોર્ડિંગ પણ મળી આવ્યા

પોલીસની પૂછતાછમાં જીતેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો મારો નાનોભાઇ યોગેશ પાટીલનો(રહે, નવી ચાલી આકોટા પોલીસ લાઇનની બાજુમાં, વડોદરા) છે. છેલ્લા સાતેક દિવસથી હું આ સ્થળ પર દારૂ વેચાણ કરું છું અને કરાવું છું આ દારૂનો જથ્થો રવિવારે સવારે વારસિયા વિસ્તારમાં રહેતા નામચીન બુટલેગર લાલુ સિંધી પાસેથી મંગાવ્યો હતો. યોગેશે આ દારૂનો જથ્થો તો તેનાભાઈ ધર્મેશના મકાનમાં મૂક્યો હતો અને આ દારૂનો જથ્થો મૂકવા માટે યોગેશ ધર્મેશને કેટલા રૂપિયા આપે છે, તેની મને ખબર નથી. તપાસ દરમિયાન પોલીસને દારૂની લેવડદેવડ અને વેચાણ બાબતના કોલ રેકોર્ડિંગ પણ મળી આવ્યા હતા.

યોગેશ મને પ્રતિદિન 300 રૂપિયા લેખે પગાર આપે છે.

અનિલ ઉતેકરે પોલીસની પૂછતાં જણાવ્યું હતું કે, છેલ્લા સાત દિવસથી દારૂનું વેચાણ કરું છું, જે પેટે મને યોગેશ પ્રતિદિન 300 રૂપિયા લેખે પગાર આપે છે. યોગેશ હાલમાં ક્યાં છે, તેની મને ખબર નથી. દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 2,68,185ની કિંમતનો દારૂનો જથ્થો, રોકડા 6250, બે મોબાઈલ ફોન અને મારુતિ વાન સહિત 4,77,935 રૂપિયાની મત્તા કબજે કરી હતી. ગોત્રી પોલીસે બન્ને આરોપીઓની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરીને યોગેશ પાટીલ, ધર્મેશ પાટીલ અને લાલુ સિંધીને વોન્ટેડ જાહેર કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here