આવતી કાલથી અષાડી સુદ એકાદસીથી અષાડી સુદ પુનમ સુધી પાંચ દીવસનુ કુવારીકાઓનુ ગૌરી વ્રતની શુભ શરૂઆત.
આવતી કાલથી ગોરમાનો રંગ કેસરીઓને નદીએ નાવા જાય રે ગોરમાના ગૌરી વ્રતની શરૂઆત થઈ રહી છે. આ વ્રત નાની વયની બાળાઓનુ વ્રત છે આ વ્રતમા બાળાઓ જવારાની પુજા કરીને ભગવાન શીવની ભક્તિ કરવા માટે શીવ મંદીરે જશે. ગૌરી વ્રત સંસ્કારી પતિ મેળવવા કુવારીઓ આ વ્રત કરતી હોય છે. અને આ વ્રત કરનારને શંકર પાર્વતીની ક્રુપાથી અપાર સુખ મળે છે. અને અષાડ સુદ એકાદસીથી અષાડ સુદ પુનમ સુધીનુ એટલે કે પાંચ દીવસનુ આ વ્રત રાખવામા આવે છે. આ વ્રત જયા પાર્વતીનુ સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યુ હતુ. અને આ વ્રતમા મોળો ખોરાક લેવામા આવે છે. અને વ્રતના અંતીમ દીવસે બાળાઓ રાત્રીનુ જાગરણ કરતી હોય છે. અને આ વ્રતમા બાળાઓ જવારાની પુજા કરતી જોવા મળશે જે માટીના કે અન્ય કોઈ વાસણમા સાત પ્રકારના અનાજ વાવીને ઉગાડવામા આવે છે. તેમા ઘઉ, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા સહીત સાત ધાનનુ વિશેષ મહત્વ હોય છે. આમ આવતી કાલથી ગૌરી વ્રતની શુભ શરૂઆત થતા નાના બાલીકાઓ પોત પોતાના ઘરે જવારા વાવી દીધા છે. અને દહેગામ શહેરની લારીઓમા આ જવારા વેચાઈ રહ્યા છે. આમ ભગવાન શિવ પાર્વતીના આ વ્રતનો મહિમા અપરમપાર છે. અને ત્યાર બાદ જાગરણના બીજા દિવસે ભ્રાહ્મણને ભોજનનુ સીધુ આપીને વ્રત પુર્ણ કરવામા આવે છે. ત્યાર બાદ પાંચ વર્ષ આ વ્રતના થતા આ વ્રતની ઉજવણી કરવામા આવે છે.
બાઈટ : જયાબેન ,જવારા વેચનાર બેન, દહેગામ
- ગોરમાનો રંગ કેસરીયો નદીએ નાવા જાય રે ગોરમા તેવા ગીતો સાથે ગામડાની દીકરીઓ નદીને ગાતી ગાતી જાય છે
- અને સવારમા ગામમા આવેલ શિવના મંદીરે થાળી અને પાણીનો લોટો ભરીને શીવ મંદીરે ભ્રાહ્મણ પાસે પુજા કરવામા જાય છે
- આ વ્રત અષાડ સુદ એકાદસીથી અષાડ સુદ પુનમ સુધીનુ એટલે કે પાંચ દીવસ સુધીનુ રાખવામા આવે છે
- જયા પાર્વતીનુ સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યુ હતુ
- આ પાંચ દીવસમા બાલીકાઓ મોળો ખોરાક લેતા હોય છે અને છેલ્લા દીવસે ઉપવાસ કરવામા આવતો હોય છે અને જાગરણના બીજા દીવસે ભ્રાહ્મણને ભોજનનુ સીધુ આપીને વ્રત પુર્ણ કરવામા આવે છે
- આજે દહેગામ શહેરની લારીઓમા ઠેર ઠેર જવારાનુ વેચાણ થઈ રહ્યુ છે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર