વૈષ્ણવ સંપ્રદાયમાં માનનારા લોકો માટે ગોવર્ધન પર્વત નામ અજાણ્યુ નથી. આજથી શરૂ થતા આ મેળામાં ભાવિકો ઉમટી પડશે અને ગોવર્ધનની પ્રદક્ષિણા કરી વૈકુઠમાં વાસ મેળવશે. કહેવાય છે કે આ 21 કિલોમીટરની યાત્રા કરવાથી ભવોભવના ચક્કરમાંથી મુક્તિ મળી જાય છે.
મિની કુંભના નામથી પ્રખ્યાત ગોવર્ધનનો મુડિયા પૂર્ણિમા મેળો આજથી શરૂ થઈ રહ્યો છે. દેવશયની એકાદશીથી લઈને ગુરૂ પૂર્ણિમા સુધી આનું આયોજન કરવામાં આવે છે. દેશના ખુણે ખુણેથી શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય ગિરિરાજ મહારાજની 21 કિલોમીટરની પરિક્રમા કરવા અંહી પહોંચે છે. રસ્તામાં શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન આવે એ માટે રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ અને ગોવર્ધન સુધી આવતા જતા લોકો માટે રોડવેજ દોઢ હજાર બસોનું સંચાલન કરશે અને મથુરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી શ્રદ્ધાળુઓની સુગમતા માટે સાધન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આની સાથે કેટલીક ટ્રેનો મથુરામાટે સ્પેશિયલ મુકવામાં આવશે. અને કેટલીક ટ્રેનોનો વિસ્તાર મથુરા સુધી કરી દેવામાં આવ્યો છે.
ગોવર્ધનના પ્રમુખ દાનઘાટી, માનસીગંગા મુખારવિંદ, લક્ષ્મીનારાયણ મંદિર, જતીપુરા મુખારવિંદ સહિત અન્ય પ્રમુખ મંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યા છે. મંદિરમાં ઉમટી પડતી ભીડને જોઈને સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. રાધાકુન્ડ અને ગોવર્ધનની વચ્ચે આવતા તમામ કુંડોને બેરિકેડિંગ લગાવી દેવામાં આવી છે.
ગોવર્ધન સ્થિત માનસી ગંગાની બેરિકોડિંગ કરાવીને શ્રદ્ધાળુઓને સ્નાન કરાવવા માટે ફુવારાઓ લગાવવામાં આવ્યા છે. ગયા વખતની જેમ જ આ વખતે પણ હવાઈ માર્ગે પણ પરિક્રમાની સુવિધા મળશે. 21 કિલોમીટરની પરિક્રમામાં કેટલાક શ્રદ્ધાળુઓ 10 મિનિટમાં જ હેલિકોપ્ટરથી પરિક્રમા કરી શકશે.