Friday, August 6, 2021
Homeસરકારની એડવાઇઝર : વેક્સિનેશનના બંને ડોઝ લીધા પછી જ પ્રવાસ કરવો
Array

સરકારની એડવાઇઝર : વેક્સિનેશનના બંને ડોઝ લીધા પછી જ પ્રવાસ કરવો

દેશમાં અંદાજે 67.6% ભારતીયોએ SARS-COV-2 વિરુદ્ધ એન્ટિબોડી વિકસિત કરી લીધી છે. એનો અર્થ એવો થાય 50 ટકા કરતાં વધુ લોકો કોરોના સામે લડવામાં સક્ષમ થઈ ચૂક્યા છે. સરકારના ચોથા સીરો સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે. કોરોનાથી સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે મુસાફરી વિશેની ગાઈડલાઈન્સ રજૂ કરી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ફુલ વેક્સિનેટેડ વગર મુસાફરી ટાળવી જોઈએ. મંત્રાલયે આ 7 વાત કહી…

1. કોઈ પ્રકારની બેદરકારી રાખવી નહીં: સીરો સર્વેમાં કોરોના વિરુદ્ધ આશાનાં કિરણ દેખાઈ રહ્યાં છે, પરંતુ હવે કોઈ પ્રકારની બેદરકારી ચલાવી લેવાય તેમ નથી. 32 ટકા લોકો અત્યારે પણ કોરોના સામે સુરક્ષિત નથી.
2. જિલ્લા સ્તરે કોઈ નિવેદન નહીં: સરકારે કહ્યું હતું કે લોકલ અથવા જિલ્લા સ્તરે સ્થિતિ અલગ હોઈ શકે છે. સીરો સર્વેમાં દેશની સ્થિતિ પર ઓવરઓલ નજર નાખી શકાય છે.
3. સ્ટેટ લેવલ પર એક્શન જરૂરી: રાજ્યોએ સ્થાનિક સીરો સર્વે રાખવો જોઈએ, જેથી અંદાજ લગાવી શકાય કે કોવિડ વિરુદ્ધ કેટલા ટકા વસતિ સુરક્ષિત છે.
4. ત્રીજી લહેર આવવાની શક્યતા: મંત્રાલયે કહ્યું હતું કે ભવિષ્યમાં સંક્રમણની લહેર આવી શકે છે. જોકે અમુક રાજ્યોમાં કોરોના સામે હાઈ લેવલ પર ઈમ્યુનિટી મળી છે, જ્યારે અમુક જગ્યાએ આ લેવલ ખૂબ નીચું છે.
5. બિનજરૂરી યાત્રા ટાળવી: જુલાઈના પહેલા સપ્તાહથી ઘણાં રાજ્યોએ નિયમોમાં છૂટછાટ આપવાની શરૂઆત કરી છે. એનાથી ટૂરિસ્ટ સ્પોટ અને માર્કેટમાં ભીડ જોવા મળી રહી છે. એને કારણે સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. લોકોએ બિનજરૂરી યાત્રા ટાળવી જોઈએ.
6. સભાઓથી બચવું: ઘણાં રાજ્યોએ સભાઓ માટે પણ નિયમોમાં છૂટ આપી છે, પરંતુ હજી એનાથી બચવાની જરૂર છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સરકારે તાજેતરમાં જ કાવડયાત્રા રદ કરી છે.
7. ફુલ વેક્સિનેશન પછી જ યાત્રા: સરકારે કહ્યું હતું કે ફુલ વેક્સિનેશન પછી જ મુસાફરી કરવી યોગ્ય છે, એટલે કે વેક્સિનના બંને ડોઝ નક્કી કરેલા સમયે લીધા હોય ત્યાર પછી જ મુસાફરી કરવી.

સીરો સર્વેની 4 મોટી વાત
1. 6થી 9 વર્ષનાં 57.2% અને 10થી 17 વર્ષનાં 61.6% બાળકોમાં એન્ટિબોડી મળી.
2. 18-22 વર્ષના 66.7%, 45-60 વર્ષના 77.6%, 60 વર્ષથી ઉપરના 76.7%માં એન્ટિબોડી મળી છે.
3. 69.2% મહિલાઓ અને 65.8% પુરુષોમાં કોવિડ વિરુદ્ધ એન્ટિબોડી મળી છે.
4. શહેરી વિસ્તારોમાં રહેતા 69.6% અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા 66.7% લોકોમાં એન્ટિબોડી મળી છે.

સીરો સર્વેમાં પ્રાઈમરી સ્કૂલ ખોલવાની સલાહ
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ભલે જ નબળી પડી ગઈ હોય, પરંતુ વૈજ્ઞાનિકો થર્ડ વેવ આવશે તેવી શક્યતા વારંવાર વ્યક્ત કરી રહ્યા છે. ત્રીજી લહેરના ખતરા વચ્ચે અનેક રાજ્યોમાં ફરીથી સ્કૂલ ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે સ્કૂલ ખોલવાને લઈને મોટી વાત કરી છે.
મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જ્યારે ડૉ. ભાર્ગવને સ્કૂલ ખોલવાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં પ્રાઈમરી સ્કૂલ ખોલી શકાય છે, કેમ કે નાનાં બાળકોમાં એડલ્ટની તુલનાએ સંક્રમણ થવાનો ખતરો ઓછો હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments