Thursday, April 18, 2024
Homeદેશવિદેશસરકારે જાહેર કર્યા વિદેશી પ્રવાસીઓ માટે નવા નિયમો

સરકારે જાહેર કર્યા વિદેશી પ્રવાસીઓ માટે નવા નિયમો

- Advertisement -

કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ અંગે ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત પેસેન્જરે એર સુવિધા પોર્ટલ પર પોતાની માહિતી આપવાની રહેશે. નવી માર્ગદર્શિકામાં  જોખમી દેશોમાંથી આવતા મુસાફરોની રાહ જોવા માટે અલગ જગ્યા તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોએ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમો 1 ડિસેમ્બર, બુધવારથી લાગુ થવા જઈ રહ્યા છે.

હવે બોર્ડિંગ પહેલા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, બોર્ડિંગ કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. આ પોર્ટલમાં છેલ્લા 14 દિવસમાં ભારત આવેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માહિતી છે. નવી માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એરલાઈન્સે ફ્લાઈટના લગભગ 5 ટકા મુસાફરોની તપાસ કરવા માટે યોગ્ય પ્રક્રિયા લાગુ કરવી જોઈએ.

એરપોર્ટ પર જ થશે RT-PCR ટેસ્ટની રાહ જોવી પડશે

એડવાઇઝરી જણાવે છે કે, એક અલગ હોલ્ડિંગ એરિયા દરેક એરપોર્ટ પર જોખમી દેશોમાંથી આવતા મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ સાથે સીમાંકન કરી શકાય છે. કોવિડ યોગ્ય વર્તનની ખાતરી કરતી વખતે ભીડને એકત્રિક કરવા માટે ચુસ્તપણે પાલન કરવાના આદેશ આપાવામાં આવ્યા છે.’ સરકારે કહ્યું છે કે, ‘જરૂરિયાત મુજબ તમામ એરપોર્ટ પર વધારાની RT-PCR સુવિધા ઊભી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.’

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે

એજન્સી સાથે વાત કરતા જીએમઆરના પ્રવક્તાએ કહ્યું, ‘અમે નવી માર્ગદર્શિકાથી વાકેફ છીએ અને અમે નવી માર્ગદર્શિકા અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયસર જરૂરી વ્યવસ્થા સાથે તૈયાર રહીશું.’ તેમણે કહ્યું, ‘પહેલી લહેર દરમિયાન પણ અમે આવી વ્યવસ્થા તૈયાર કરી હતી. ટર્મિનલની અંદર મુસાફરના રોકાણ દરમિયાન અમે COVID-19 ના નિયમોનું પાલન સુનિશ્ચિત કરીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular