સરકારે ટેક્સ ફ્રી લિમિટ વધારીને બમણી કરી, EPF અકાઉન્ટમાં 5 લાખ સુધીની ડિપોઝિટને ટેક્સ ફ્રી કરી

0
2

સરકારે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF) અકાઉન્ટમાં 5 લાખ સુધીની ડિપોઝિટને ટેક્સ ફ્રી કરી દીધી છે. એટલે કે 5 લાખ સુધી જમા કરાવવા પર વ્યાજની આવક ટેક્સ ફ્રી હશે. બજેટમાં 2.5 લાખ સુધીને જ ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. લોકસભામાં ફાઈનાન્સિયલ બીલ 2021 પસાર કરવામાં આવ્યું, જેમાં સરકારે કેટલાક સુધારા પણ કર્યા છે. સરકારે પ્રોવિડન્ટ ફંડ (PF)માં રોકાણના વ્યાજ પર છૂટ મળતી મર્યાદાને વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

કોને તેનો લાભ મળશે

જો કે, આ માત્ર તે કેસમાં છે, જેમાં એમ્પ્લોયર (નિયોક્તા)ની તરફથી PFમાં યોગદાન નથી આપવામાં આવતું. એટલે કે તેનો સીધો ફાયદો માત્ર તેને થશે, જેમના PF ખાતામાં એમ્પ્લોયરની તરફથી કોઈ યોગદાન કરવામાં નથી આવ્યું.

1 એપ્રિલથી વ્યાજ પર ટેક્સ લાગશે

બજેટ 2021-20માં EPFમાંથી મળતા વ્યાજ પર ટેક્સ ફ્રીની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે, એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ રૂપિયા સુધી EPFમાં રોકાણ ટેક્સ ફ્રી હશે. તેનાથી વધારે રોકાણ કરવા પર એડિશનલ અમાઉન્ટ પર વ્યાજથી થતી આવક પર ટેક્સ લાગશે. એટલે કે, જો તમે 3 લાખ રૂપિયા વાર્ષિક જમા કર્યા છે તો 50 હજાર પર વ્યાજથી જે આવક થશે તેના પર તમારા ટેક્સ સ્લેબના દરથી ટેક્સ વસૂલવામાં આવશે. અત્યાર સુધી વ્યાજની આવક સંપૂર્ણપણે કરમુક્ત હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here