Monday, December 5, 2022
Homeટેક્નોલોજીWhatsApp યૂઝર્સને સરકારે આપી ચેતવણી

WhatsApp યૂઝર્સને સરકારે આપી ચેતવણી

- Advertisement -

દેશ અને દુનિયામાં ખૂબ લોકપ્રિય બનેલું ઝડપી મેસેજિંગ એપ WhatsAppને લઈને કેન્દ્ર સરકારે ફરી વાર ચેતવણી બહાર પાડી છે.  WhatsAppના કેટલાક વર્ઝનમાં મોટી ખામીઓ સામી આવી છે અને જેના સહારે હેકરો એકાઉન્ટ હેક કરીને પોતાનું ધાર્યું કરી શકે છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવતી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ WhatsAppને લઈને ચેતવણી બહાર પાડી છે. સરકારી એજન્સી દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરી કહેવાયું છે કે વોટ્સએપમાં કેટલીક ખામીઓ જોવા મળી છે, જેના કારણે આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ હેક થઇ શકે છે. ત્યાર બાદ વોટ્સએપનો ઉપયોગ રિમોટ એક્સેસ પર કરી શકાશે અને તેની મદદથી તેનો ઉપયોગ બેન્કિંગથી લઈને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં કરી શકાશે.

સરકારી એજન્સીએ વોટ્સએપને જે વર્ઝનને જોખમી ગણાવ્યાં છે તેમાં એન્ડ્રોઇડના v2.22.16.12 વર્ઝન અને આઇઓએસ વી2.22.16.12 વર્ઝન, એન્ડ્રોઇડ વી2.22.16.12 વર્ઝન અને વોટ્સએપ iOS v2.22.15.9 વર્ઝન સામેલ છે એટલે કે આ વર્ઝનનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે. જો તમને  વોટ્સએપમાં તમારી સુરક્ષાનું જોખમ લાગતું હોય તો તમારુ એપ સ્ટોર ઓપન કરો ત્યાર બાદ વોટ્સએપને સર્ચ કરો અને પછી તમારો મોબાઈલ એડ અપડેટ કરો. સાથે સાથે કોઈ અજાણી લિંક ઓપન પણ ન કરો. સરકારની ઘણી એજન્સીઓ ભારતીય મોબાઇલ યુઝર્સના ડેટા ચોરીના સ્ત્રોતને શોધી કાઢવામાં લાગી છે, જેથી નિર્દોષ યુઝર્સના ડેટા અને બેંકિંગ સંબંધિત માહિતી પર કોઇ નુકસાન ન પહોંચાડી શકે. તેમજ ભારતીય યુઝર્સનો ડેટા વિદેશમાં પણ ન મોકલી શકે.

સરકારની આ ચેતવણી એવે સમયે આવી છે કે જ્યારે WhatsAppએ તેના યુઝર્સ માટે નવા ફિચર્સ લોન્ચ કર્યાં છે, જેમાં સૌથી છેલ્લે કોલ લિંક નામનું ફિચર આવ્યું છે. કોલ લિંક નામનું ફિચર યૂઝર્સને એક ટેપ સાથે વીડિયો કે ઓડિયો કોલ સાથે જોઈન થવામાં મદદ કરે છે. યુઝર્સ ખૂબ સરળતાથી આ લિંકને વ્યક્તિગત કે કોઈ ગ્રુપમાં કે બીજા કોઈની સાથે શેર કરીને તેમને કોલમાં જોડાવાનું આમંત્રણ આપી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular