Sunday, November 28, 2021
Homeસરકારી હોસ્પિટલની બેદરકારી : કોરોના પીડિત પુત્રનો પિતાને અંતિમ વીડિયો મેસેજ- 3...
Array

સરકારી હોસ્પિટલની બેદરકારી : કોરોના પીડિત પુત્રનો પિતાને અંતિમ વીડિયો મેસેજ- 3 કલાકથી ઓક્સિજન મળ્યો નથી, લાગે છે હૃદય બંધ થઈ ગયું છે, ગુડબાય ડેડી…

હૈદરાબાદ. “હું શ્વાસ લઈ શકતો નથી. મને વેન્ટિલેટરથી હટાવવામાં આવ્યો. વિનંતી કર્યા પછી પણ 3 કલાક સુધી ઓક્સિજન આપ્યું નહોતું. હવે હું શ્વાસ નથી લઈ શકતો, ડેડી. મને લાગે છે કે મારું હૃદય બંધ થઈ ગયું છે. ગુડબાય, ડેડી.” બુધવારે હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાથી સંક્રમિત પુત્રનો આ છેલ્લો વીડિયો સંદેશ છે, પરંતુ હોસ્પિટલની બેદરકારીથી તેનું કથિતરૂપે મોત થયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાયરલ થયેલો વીડિયો મૃત્યુના એક કલાક પહેલા રેકોર્ડ થયો હતો. હવે લોકો સરકારી હોસ્પિટલોમાં ગેરવર્તન અંગે ગુસ્સે છે. મૃતક રવિ 34 વર્ષનો હતો. તેના પિતા વેંકટેશે જણાવ્યું હતું કે તેણે 24 જૂને પુત્રને સરકારી ચેસ્ટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. રવિનું 26 જૂનનાં રોજ અવસાન થયું હતું.

કોરોનાની તપાસ વિના પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ  કર્યો
વેંકટેશે કહ્યું કે તેના પુત્રએ અગાઉ 10-12 પ્રાઇવેટ હોસ્પિટલોમાં એન્ટ્રી મળી ન હતી. તેમણે કહ્યું કે પહેલા કોરોનાનો રિપોર્ટ કરવામાં આવે છે, નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ તેને પ્રવેશ આપવામાં આવે છે. તેણે કહ્યું, “મારા પુત્ર સાથે જે બન્યું તે બીજા કોઈ સાથે ન થવું જોઈએ.”

મૃત્યુ પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વેંકટેશે કહ્યું કે, મૃત્યુના દિવસે જ પુત્રના અંતિમ સંસ્કાર કર્યા હતા. બીજા જ દિવસે ખાનગી હોસ્પિટલનો ફોન આવ્યો જ્યાં તેણે પુત્રના સ્વેબનો સેમ્પલ આપ્યો હતો. ત્યાંથી જાણ કરવામાં આવી કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૃતકના માતા-પિતા, ભાઇ-વહુ, પત્ની અને ભાભી પણ સંપર્કમાં આવ્યા હતા. આવી સ્થિતિમાં પરિવારની ચિંતા વધી ગઈ છે.

હોસ્પિટલે કહ્યું- રવિની હાલત ખૂબ ખરાબ હતી
ચેસ્ટ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, મહેબૂબ ખાન કહે છે કે રવિને કોરોનાથી ફેફસાં તેમજ હૃદયમાં ખૂબ અસર થઈ હતી. દર્દીનો ઓક્સિજન અથવા વેન્ટિલેટર દૂર કરવામાં આવ્યો ન હતો. તેણે કહ્યું કે જેટલું ઓક્સિજન આપ્યું છે તેનાથી શ્વાસ લેવામાં તકલીફ ઓછી થઈ નથી.

બાળકોને ખબર નથી કે પિતાનું અવસાન થયું છે
વેંકટેશે જણાવ્યું હતું કે રવિની 12 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્રને હજી સુધી કહેવામાં આવ્યું નથી કે તેના પિતા હવે આ દુનિયામાં નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments