સરકારી નોકરી : આગામી 27મી જૂને પરીક્ષા યોજાશે

0
5

રાજ્યમાં કોરોનાની બીજી લહેરના કારણે મોકૂફ રાખવામાં આવેલી માહિતી ખાતાની વર્ગ-1, 2 અને 3ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે પરીક્ષા આગામી 27 જૂનના રોજ યોજાશે. માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-1, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-2ની જાહેરાત અને સિનિયર સબ ઓડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ, વર્ગ-3ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવાની છે.

શું હશે પરીક્ષાનો સમય?

આ પરીક્ષામાં નાયબ માહિતી નિયામક, વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-2ની પ્રિલિમિનરી પરીક્ષા 27, જૂન, 2021ના રોજ સવારે 10 કલાકે યોજાશે. જ્યારે
સિનિયર સબ એડિટર, વર્ગ-3 તથા માહિતી મદદનીશ, વર્ગ-3 ની પ્રિલિમિનરી પરીક્ષા બપોરે 3 કલાકે યોજાશે. આ અંગેની વધુ વિગતો માટે માહિતી નિયામક કચેરીની વેબસાઇટ પર જોવા સૂચન કરાયું છે. પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

કેટલી જગ્યા માટે પરીક્ષા યોજાશે?

રાજ્ય સરકાર દ્વારા વર્કિંગ જર્નાલિસ્ટ તથા પત્રકારત્વ ક્ષેત્રના યુવાઓ માટે માહિતી ખાતા હસ્તકની વિવિધ સંવર્ગની 100 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં નાયબ માહિતી નિયામક વર્ગ-1ની 8, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-2ની 15 અને સિનિયર સબ એડિટર વર્ગ-3ની 15 તથા માહિતી મદદનીશ વર્ગ-3ની 62 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાઓ મગાવાઈ હતી.

આગામી 10 એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી

માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-1,2 અને 3ની ભરતી આ પહેલા 10 એપ્રિલના રોજ યોજાવાની હતી. આ પરીક્ષામાં પાંચ હજાર કરતાં પણ વધારો ઉમેદવારો પરીક્ષા આપવાના હતાં. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા 10 એપ્રિલે સવારે 10 વાગ્યે યોજાવાની હતી. જ્યારે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 વાગ્યે ફાળવવામાં આવેલા વિવિધ સેન્ટરો પર યોજાવાની હતી. જોકે રાજ્યમાં કોરોનાની બીજી લહેરના કારણે અનિશ્ચિત મુદ્દત સુધી મોકૂફ રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here