Tuesday, September 28, 2021
Homeસરકારી નોકરી : જુનિયર એન્જિનિયરની 196 જગ્યા પર અરજી
Array

સરકારી નોકરી : જુનિયર એન્જિનિયરની 196 જગ્યા પર અરજી

ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ (UPRVUNL)એ જુનિયર એન્જિનિયર (JE)ની 196 જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે, આ જગ્યા પર 5 મે સુધી ઓનલાઈન અપ્લાય કરી શકાશે. કેન્ડિડેટ્સનું સિલેક્શન બે લેખિત પરીક્ષા(ફેઝ 1 અને 2)માં મળેલા અંક પરથી કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગમાં ડીપ્લોમા કરેલું હોવું જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો.

પદની સંખ્યા- 196

પદ સંખ્યા
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) 69
જુનિયર એન્જિનિયર (મિકેનિકલ) 78
જુનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ કંટ્રોલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ) 39
જુનિયર એન્જિનિયર (કમ્પ્યુટર સાયન્સ) 10

ઉંમર
આ જગ્યા માટે કેન્ડિડેટ્સની ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ. રીઝર્વ કેટેગરીના ઉમદેવારને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 10 એપ્રિલ 2021
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 5 મે 2021
ફી ભરવાની છેલ્લી તારીખ: 7 મે 2021

એપ્લિકેશન ફી
જનરલ, OBC અને EWS: 1000 રૂપિયા
SC,ST: 700 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક કેન્ડિડેટ્સ ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઈટ uprvunl.org/uprvunl દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments