Friday, September 17, 2021
Homeસરકારી નોકરી : હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન લિમિટેડમાં ટ્રેનીના 206 પદો માટે અપ્લાય...
Array

સરકારી નોકરી : હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન લિમિટેડમાં ટ્રેનીના 206 પદો માટે અપ્લાય કરો

હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (HEC)માં ટ્રેની પોસ્ટ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થઈ જશે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ હજી સુધી આ પદ માટે અરજી નથી કરી તેઓ 31 જુલાઈ સુધી ઓફલાઈન અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 206 પદોની ભરતી કરવામાં આવશે.

પદોની સંખ્યા- 206

પદ સંખ્યા
ઇલેક્ટ્રિશિયન 20
ફિટર 40
મશિનિસ્ટ 16
વેલ્ડર 40
COPA 48
ટેલરિંગ 42

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો 8મુ, 10મુ અને 12મુ પાસ હોવા જોઈએ. પદ પ્રમાણે, એજ્યુકેશન ક્વોલિફિકેશનની જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારોની લઘુત્તમ વય 14 વર્ષ અને મહત્તમ વય 40 વર્ષ છે. વય મર્યાદામાં છૂટ સંબંધિત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

જરૂરી તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ- 25 જૂન
  • અરજીની છેલ્લી તારીખ- 31 જુલાઈ

એપ્લિકેશન ફી

  • જનરલ/ OBC- 750 રૂપિયા
  • SC/ST/PWD- કોઈ ફી નથી

આ રીતે અરજી કરવી
આ પદ માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 31 જુલાઈ સુધી એપ્લિકેશન ફોર્મ ભરીને નીચે આપવામાં આવેલા સરનામાં પર મોકલી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ જોઈ શકાય છે.

સરનામું- જનરલ મેનેજર HEC ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (HTI) પ્લાન્ટ પ્લાઝા રોડ, ધૂર્વા, રાંચી- 834004

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments