Friday, September 17, 2021
Homeસરકારી નોકરી : SBIમાં એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા માટે...
Array

સરકારી નોકરી : SBIમાં એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા માટે તારીખ નજીક

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં એપ્રેન્ટિસના લગભગ 6100 પદો પર ભરતી માટે અરજી કરવા માટે હવે એક દિવસ બાકી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ હજુ સુધી આ પદ માટે અરજી નથી કરી તેઓ 26 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 6100 પદો પર ભરતી કરવામાં આવશે.

પદોની સંખ્યા- 6100

કેટેગરી પદોની સંખ્યા
સામાન્ય 2577
EWS 604
OBC 1375
SC 977
ST 567

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઈન્સ્ટિટ્યૂટની ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો.

વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટ સંબંધિત વિસ્તૃત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

મહત્ત્વની તારીખઃ
અરજી શરૂ થવાની તારીખ- 6 જુલાઈ
અરજી કરવાની છેલ્લી તારીખ- 26 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન લેખિત પરીક્ષા અને સ્થાનિક ભાષાના આધારે કરવામાં આવશે.

સ્ટાઈપેન્ડ
સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 15000 રૂપિયા સ્ટાઈપેન્ડ તરીકે આપવામાં આવશે.

આ રીતે અરજી કરવી
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે SBIની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા 26 જુલાઈ 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments