Tuesday, September 21, 2021
Homeસરકારી નોકરી : ASRBએ ફાઈનાન્સ અને અકાઉન્ટ ઓફિસરના પદો માટે ભરતી જાહેર
Array

સરકારી નોકરી : ASRBએ ફાઈનાન્સ અને અકાઉન્ટ ઓફિસરના પદો માટે ભરતી જાહેર

ASRB (એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ રિક્રુટમેન્ટ બોર્ડ)એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ફાઈનાન્સ અને અકાઉન્ટ ઓફિસરના પદો માટે ભરતી જાહેર કરી છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 65 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા 23 જુલાઈથી શરૂ થઈ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 23 ઓગસ્ટ સુધી આ ભરતી માટે અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 65

પદ સંખ્યા
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર 44
ફાઈનાન્સ અને અકાઉન્ટ્સ ઓફિસર 21

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઈન્સ્ટિટ્યુટમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
આ પદો માટે 21થી 30 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે. વય મર્યાદામાં કઈ કેટેગરીના ઉમેદવારોને કેટલી છૂટછાટ મળશે તેના માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 23 જુલાઈ
અરજી કરવાની છેલ્લી તારીખ: 23 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ, ઈન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 15,600 રૂપિયાથી લઈને 39,100 રૂપિયા સુધી સેલરી મળશે.

એપ્લિકેશન ફી
Gen/OBC- 500 રૂપિયા
SC/ST/PWD- કોઈ ફી નહિ

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદો માટે 23 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments