સરકારી નોકરી : સેન્ટર ઓફ ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગે 112 પદો પર ભરતીની જાહેરાત કરી

0
6

C-DAC (સેન્ટર ઓફ ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ)એ પ્રોજેક્ટ મેનેજર અને પ્રોજેક્ટ એન્જિનિયરના 112 પદો પર ભરતીની જાહેરાત કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો C-DACની ઓફિશિયલ વેબસાઈટ પરથી 27 એપ્રિલ સુધી અરજી કરી શકે છે.

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવાર પાસે BE/B.Tech/M.Tech/MCA અથવા સંબંધિત વિષયમાં PhD કરેલું હોવું જોઈએ. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 30થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પદાનુસાર વય મર્યાદા જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખ
રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 13 એપ્રિલ
રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ: 27 એપ્રિલ

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારે ડેડલાઈનની અંદર એપ્લિકેશન ફોર્મ ભરી [email protected] પર મેલ કરવાનો રહેશે.

પે સ્કેલ
પ્રોજેક્ટ મેનેજરના પદ માટે સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહિને 64000થી 2,22,000 રૂપિયાની સેલરી મળશે. પ્રોજેક્ટ એન્જિનિયરના પદ માટે સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહિને 31,000થી 1,35,000 રૂપિયાની સેલરી મળશે. ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here