સરકારી નોકરી : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે આસિસ્ટન્ટ કમાન્ડોની પોસ્ટ પર ભરતી

0
0

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ આસિસ્ટન્ટ કમાન્ડોની પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 30 જૂનથી શરૂ થશે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો 29 જુલાઇ સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

પોસ્ટની સંખ્યા – 25
એલિજિબિલિટી

આ જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હોવી જોઈએ.

વયમર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઉંમરની ગણતરી 29 જુલાઈ સુધી કરવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ તારીખો-
અરજીની શરૂઆતની તારીખ –
 30 જૂન
અરજી કરવાની છેલ્લી તારીખ – 29 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET), લેખિત કસોટી, મેડિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

સેલરી
આ જગ્યાઓ માટે પસંદ કરેલા ઉમેદવારોને દર મહિને 56,100 રૂપિયાથી લઈને 1,77,500 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

એપ્લિકેશન પ્રોસેસ
જનરલ/EWS/OBC – 400 રૂપિયા
SC/ST અને મહિલા – કોઈ ફી નહીં

આ રીતે અરજી કરો
રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લિકેશન ફોર્મ ભરીને પોસ્ટ માટેના તમામ જરૂરી ડોક્યૂમેન્ટ્સને નીચેના સરનામે મોકલી શકે છે.
સરનામું- DIG, Group Centre, CRPF, Rampur, District-Rampur, U.P.-244901

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here