સરકારી નોકરી : વિકાસ બેંકે પ્રોબેશનરી ઓફિસરના પદો પર ભરતીની જાહેરાત કરી

0
2

વિકાસ સોહાર્દ કો ઓપરેટિવ બેંક લમિટેડે પ્રોબેશનરી ઓફિસરના પદો પર ભરતી માટે જાહેરાત કરી છે. આ પદો માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 23 એપ્રિલ સુધી વિકાસ બેંકની ઓફિશિયલ વેબસાઈટ vikasbank.comનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઈન્સ્ટિટ્યુટથી કોઈ પણ વિષયમાં મિનિંમમ 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું નોલેજ હોવું પણ જરૂરી છે.

વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 એપ્રિલ, 2021 અનુસાર માન્ય ગણાશે.

મહત્ત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 23 એપ્રિલ
ઓનલાઈન પરીક્ષાની તારીખ: 25 એપ્રિલ
ઈન્ટરવ્યૂ: 1 મે

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષાની પેટર્ન તમે બેંકનાં ઓફિશિયલ નોટિફિકેશન પર જોઈ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here