Sunday, September 19, 2021
Homeસરકારી નોકરી : DRDOએ એપ્રેન્ટિસની 79 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું
Array

સરકારી નોકરી : DRDOએ એપ્રેન્ટિસની 79 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ફિટર, મશીનિસ્ટ, ટર્નર, કારપેન્ટર, ઈલેક્ટ્રિશિયન, મિકેનિક, વેલ્ડર, ડિજિટલ ફોટોગ્રાફર, સ્ટેનોગ્રાફર સહિત એપ્રેન્ટિસ અન્ય 79 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદ માટે એપ્લિકેશન પ્રોસેસ 15 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 17 મે સુધી નક્કી ફોર્મેટમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા- 79

પદ સંખ્યા
ફિટર 14
મશીનિસ્ટ 06
ટર્નર 04
સુથાર 03
ઇલેક્ટ્રિશિયન 10
ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક 09
મિકેનિક (મોટર વાહન) 03
વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક) 07
કમ્પ્યુટર અને હાર્ડવેર રિપેર મિકેનિક 02
કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) 05
ડિજિટલ ફોટોગ્રાફર 06
સેક્રેટ્રીઅલ આસિસ્ટન્ટ 08
સ્ટેનોગ્રાફર (હિન્દી) 01
સ્ટેનોગ્રાફર (અંગ્રેજી) 01

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઈચ્છુક ઉમેદવારો 10મુ પાસ થયેલા હોવા જોઈએ. તે સિવાયના ઉમેદવારોની પાસે સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હોવું જોઈએ.

મહત્ત્વની તારીખઃ
અરજી શરૂ થવાની તારીખ- 15 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ- 17 મે

વય મર્યાદા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 14 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. વધુ જાણકારી માટે જોઈ શકો છો.

સ્ટાઈપેન્ડ
આ પદ માટે સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 7700- 8050 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
અરજી કરનાર ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહીં.

આ રીતે અરજી કરવીઃ
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે દસ્તાવેજોની સાથે NAPS પોર્ટલ એટલે કે apprenticeshipindia.org દ્વારા પણ અરજી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments