સરકારી નોકરી : ઈન્ડિયન એરફોર્સે 334 પોસ્ટ્સની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું

0
7

ઈન્ડિયન એરફોર્સે એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) 2021 માટે શોર્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ પરીક્ષા દ્વારા ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાંચ અને ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન ટેક્નિકલ)ના કુલ 334 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 જૂનથી શરૂ થશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો careerindianairforce.cdac.in અને afcat.cdac.in દ્વારા 30 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

લાયકાત…

અરજી કરનાર ઉમેદવારો 50 ટકા માર્ક્સની સાથે 12મુ પાસ, 12મા ધોરણમાં મેથ્સ- ફિઝિક્સ વિષય હોવો જરૂરી છે. પદ પ્રમાણે લાયકાતની વિસ્તૃત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા…

ફ્લાઈંગ બ્રાંચ- આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 20થી 24 વર્ષની હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જુલાઈ 2022થી થશે.

ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ એન્ડ નોન ટેક્નિકલ)- તેના માટે અરજદારની ઉંમર 20થી 26 નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 જુલાઈ 2022થી થશે.

સિલેક્શન પ્રોસેસ…

અરજી કરનારા ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન AFCAT પરીક્ષા હશે. તેમજ ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ) બ્રાંચવાળા ઉમેદવારોએ એન્જિનિયરિંગ નોલેજ ટેસ્ટમાં બેસવું પડશે. ફાઈનલ મેરિટ AFCAT અને AFSB બંને પરીક્ષામાં પ્રદર્શનના આધારે બહાર પાડવામાં આવશે.

એક્ઝામ પેટર્ન…

2 કલાક 45 મિનિટના આ ટેસ્ટમાં કુલ 100 સવાલ પૂછવામાં આવશે. આ સવાલ જનરલ અવેરનેસ, વર્બલ એબિલિટી ઈન ઈંગ્લિશ, ન્યૂમેરિકલ એબિલિટી, રિઝનિંગ, મિલેટરી એપ્ટીટ્યુડમાંથી હશે. પેપર કુલ 300 માર્ક્સનું હશે.

અરજી ફી…
જનરલ- 
250 રૂપિયા

NCC સ્પેશિયલ એન્ટ્રી- કોઈ ફી નથી

મેટ્રોલોજી એન્ટ્રી- કોઈ ફી નથી

આ રીતે અરજી કરવી…

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે https://careerindianairforce.cdac.in અથવા https://afcat.cdac.in દ્વારા નક્કી તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here