સરકારી નોકરી : ઈન્ડિયન પોસ્ટ સર્વિસે GDSની 4368 પોસ્ટ પર ભરતી માટે તારીખ લંબાવી

0
5

ઈન્ડિયન પોસ્ટ સર્વિસે ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ભરતી બહાર પાડી છે. ઈન્ડિયન પોસ્ટના મહારાષ્ટ્ર અને બિહાર પોસ્ટલ સર્કલે ગ્રામીણ ડાક સેવક (GDS)ના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ દ્વારા કુલ 4368 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે હતી, તે લંબાવીને 29 મે કરવામાં આવી છે.

પોસ્ટની સંખ્યા- 4368

મહારાષ્ટ્ર સર્કલ – 2428

બિહાર સર્કલ – 1940

લાયકાત…

આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષયો તરીકે અભ્યાસ કરેલો હોય) સાથે દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

ઉંમર…

આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વયમર્યાદાથી સંબંધિત વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરવું.

સિલેક્શન પ્રોસેસ…

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

સેલરી…

અરજી કરનારા કેન્ડિડેટ્સને દર મહિને 10,000 રૂપિયાથી લઈને 14,500 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો:-

અરજી શરૂ થવાની તારીખ – 27 એપ્રિલ

અરજી કરવાની છેલ્લી તારીખ – 26 મે

કેવી રીતે અપ્લાય કરશો?

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 26 મે સુધીમાં https://indiapost.gov.in અથવા https://appost.in/gdsonline પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here