સરકારી નોકરી : ઈન્ડિયન પોસ્ટ સર્વિસે ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ભરતી બહાર પાડી

0
13

ઈન્ડિયન પોસ્ટ સર્વિસે ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ભરતી બહાર પાડી છે. ઈન્ડિયા પોસ્ટે મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલે ગ્રામીણ ડાક સેવક (GDS)ના પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 2428 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ પદ માટે અરજી પ્રોસેસ 27 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવારો appost.in દ્વારા 26 મે સુધી અપ્લાય કરી શકે છે.

પોસ્ટની સંખ્યા- 2428

પદ સંખ્યા
UR 1105
EWS 246
OBS 565
PWD-A 10
PWD-B 23
PWD-C 29
PWD-DE 15
SC 191
ST 244

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષય તરીકે અભ્યાસ કર્યો હોય) વિષયની સાથે 10મુ પાસ હોવા જોઈએ.

વય મર્યાદા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદા સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

સેલરી
અરજી કરનાર ઉમેદવારોને દર મહિને 10,000 રૂપિયાથી 14,500 રૂપિયા સુધી સેલરી આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો
અરજી શરૂ થવાની તારીખ- 27 એપ્રિલ
અરજીની છેલ્લી તારીખ- 26 મે 2021

આ રીતે અરજી કરવી
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 26 મે સુધી https://indiapost.gov.in અથવા https://appost.in/gdsonline દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here