સરકારી નોકરી : NPCILએ એપ્રેન્ટિસના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું

0
5

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL)એ એપ્રેન્ટિસના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 121 પદોની ભરતી કરવામાં આવશે. આ પદ માટે અરજી પ્રક્રિયા 15 જુલાઈ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે નક્કી તારીખ સુધી ઓફલાઈન અપ્લાય કરી શકે છે.

પદોની સંખ્યા- 121

પદ સંખ્યા
ઇલેક્ટ્રિશિયન 32
ફિટર 32
ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક 12
ઇલેક્ટ્રોનિક મિકેનિક 12
PSAA / COPA 7
વેલ્ડર 7
ટર્નર 7
મશિનિસ્ટ 6
રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ મિકેનિક 6

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી સંબંધિત ટ્રેડમાં ITI પાસ હોવા જોઈએ. લાયકાત સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની ન્યૂનતમ વય 14 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટની વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

સિલેક્શન પ્રોસેસ
અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન ITIમાં મળેલા માર્ક્સના આધારે તૈયાર મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

સ્ટાઈપેન્ડ
સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 7700 રૂપિયાથી લઈને 8,855 રૂપિયા સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખઃ-
અરજીની છેલ્લી તારીખઃ 15 જુલાઈ

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે નક્કી તારીખ સુધી એપ્લિકેશન ફોર્મ ભરીને નીચે આપવામાં આવેલા સરનામા પર મોકલી શકે છે.

સરનામું- ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેટ, અનુમાલા, વ્યારા, જિલ્લો- તાપી, ગુજરાત-394651

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here