સરકારી નોકરી : NTPCએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટ્રેનીની 280 જગ્યાઓ માટે અરજીઓ માગી

0
5

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટ્રેનીના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત કુલ 280 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદ માટે એપ્લિકેશન પ્રોસેસ 21મેથી શરૂ થઈ ગઈ છે, જે 10 જૂન સુધી ચાલુ રહેશે.

ઈચ્છુક ઉમેદવારો આ પદ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

લાયકાત
એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટ્રેનીની પોસ્ટની ભરતી માટે GATE પરીક્ષા ક્વોલીફાય થયેલા ઉમેદવારો જ અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 27 વર્ષથી વધારે ન હોવી જોઈએ. વય મર્યાદા સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

સિલેક્શન પ્રોસેસ
અરજી કરનાર ઉમેદવારોનો GATE સ્કોર 2021ના આધારે ગ્રુપ ડિસ્કન અને ઈન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો.

મહત્ત્વની તારીખોઃ-
અરજી શરૂ થયાની તારીખ- 21 મે
અરજીની છેલ્લી તારીખ- 10 જૂન

કેવી રીતે અરજી કરવી
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે 21મેથી 10 જૂન સુધી www.ntpccareer.net પર પોતાના એડમિટ કાર્ડ પર આપવામાં આવેલા GATE 2021 રજિસ્ટ્રેશન નંબરની સાથે ઓનલાઈન અરજી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here