Friday, September 17, 2021
Homeસરકારી નોકરી : RCFLએ ટ્રેડ એપ્રેન્ટિસના 104 પદો માટે ભરતી બહાર પાડી
Array

સરકારી નોકરી : RCFLએ ટ્રેડ એપ્રેન્ટિસના 104 પદો માટે ભરતી બહાર પાડી

રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ (RCFL)એ ટ્રેડ એપ્રેન્ટિસના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 104 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદ માટે અરજી પ્રક્રિયા 31 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવારો 07 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા- 104

લાયકાત

આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો ગ્રેજ્યુએટ હોવા જોઈએ. તે સિવાય સંબંધિત ટ્રેડમાં ડિપ્લોમા હોલ્ડર પણ આ પદ માટે અરજી કરી શકે છે. અરજી સાથે સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમોનુસાર છૂટ આપવામાં આવશે. છૂટ સાથે સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખઃ

અરજી શરૂ થયાની તારીખ- 31 જુલાઈ

અરજીની છેલ્લી તારીખ- 07 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ

આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

સ્ટાઈપેન્ડ

સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 7000 રૂપિયાથી લઈને 9000 રૂપિયા સુધી સેલરી આપવામાં આવશે. પદનુસાર સેલરીની વિસ્તૃત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

આ રીતે અરજી કરવી…

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે 07 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments