સરકારી નોકરી : SECLએ ડમ્પર ઓપરેટર સહિત વિવિધ 428 પદો પર ભરતી જાહેર

0
0

SECL (સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ)એ ડમ્પર ઓપરેટર, ડોઝર ઓપરેટર સહિતના વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી 428 પદો પર ભરતી કરવામાં આવશે. તેના માટે અરજી કરવાની પ્રક્રિયા 7 જુલાઈ સુધી રહેશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.secl-cil.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા-428

પદ સંખ્યા
ડમ્પર ઓપરેટર 296
ડોઝર ઓપરેટ 60
પે લોડર ઓપરેટર 26
કુલ્હાડી પ્રચાલક 23
સર્ફેસ માઈનર્સ/કન્ટિન્યૂ માઈનર ઓપરેટર (TR) 23

યોગ્યતા
આ પદો માટે 8/10/12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. પદાનુસાર ક્વોલિફિકેશન જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
વિવિધ પદો માટે અલગ અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 21 જૂન
અરજી કરવાની છેલ્લી તારીખ: 7 જુલાઈ

એપ્લિકેશન ફી
આ ભરતી માટે અરજી કરનારા તમામ કેટેગરીના ઉમેદવારો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહિ આવે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.secl-cil.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here