સરકારી નોકરી : દક્ષિણ રેલવેએ એક્ટ એપ્રેન્ટિસની 3378 જગ્યા પર ભરતી માટે અરજી માગી

0
0

દક્ષિણ રેલવેએ અલગ-અલગ વિભાગમાં એક્ટ એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 3378 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 1 જૂનથી શરુ થઈ ગઈ છે. તે 30 જૂન સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ sr.indianrailways.gov.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
ઉમેદવાર ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે ITIનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 15થી 34 વર્ષ વચ્ચે હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીને ઉંમરમાં છૂટ આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ અને OBC કેટેગરી: 100 રૂપિયા
SC/ST/ PwBD /મહિલા: કોઈ ફી નથી

મહત્ત્વની તારીખો
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 1 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 30 જૂન

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 30 જૂન સુધી ઓનલાઈન મોડમાં અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here