Monday, October 18, 2021
Homeસરકારી નોકરી : કોચ અને આસિસ્ટન્ટના પોસ્ટ પર ભરતી માટે અરજી કરવાની...
Array

સરકારી નોકરી : કોચ અને આસિસ્ટન્ટના પોસ્ટ પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)એ કોચ અને આસિસ્ટન્ટ કોચના પદો માટે ભરતી માટે અરજીની તારીખ લંબાવી દીધી છે. આ પદ માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો હવે 05 જૂન સુધી અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 320 પદો પર ભરતી કરવામાં આવશે.

પદોની સંખ્યા: 320

પદ સંખ્યા
કોચ 100
અસિસ્ટન્ટ કોચ 220

લાયકાત…

કોચઃ

આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો SAI, NS NIS, અથવા કોઈ અન્ય ભારતીય/વિદેશી યુનિવર્સિટીમાંથી કોચિંગમાં ડિપ્લોમા કરેલા હોવા જોઈએ.

આસિસ્ટન્ટ કોચઃ

આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો SAI, NS NIS, અથવા કોઈ અન્ય ભારતીય/વિદેશી યુનિવર્સિટીમાંથી આસિસ્ટન્ટ કોચમાં ડિપ્લોમા હોવા જોઈએ.

વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા…

કોચના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 45 વર્ષની હોવી જોઈએ. અસિસ્ટન્ટ કોચ માટે વય મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

સેલરી…

કોચના પદો પર સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 1,05,000થી 150,000 રૂપિયા સુધી સેલરી આપવામાં આવશે. તેમજ આસિસ્ટન્ટ કોચના પદ માટે સિલેક્ટ થયેલા ઉમેદવારને 41,420થી 1,12,400 રૂપિયા દર મહિને સેલરી આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ…

અરજી શરૂ થવાની તારીખ: 20 એપ્રિલ

અરજી કરવાની છેલ્લી તારીખ: 05 જૂન

આ રીતે અરજી કરો…

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે હવે 05 જૂન સુધી નક્કી ફોર્મેટમાં અરજી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments