મોરબી : સરકારી વકીલ અને બે મદદનીશ સરકારી વકીલો એ 1 માસનો પગાર મુખ્યમંત્રી રાહત નિધીમાં આપ્યો

0
44
કોરોના મહામારી ના સંકટ માં મદદરૂપ થવા મોરબી જિલ્લા સરકારી વકીલ અને બે મદદનીશ સરકારી વકીલો એ એક માસ નો પગાર મુખ્યમંત્રી રાહત નિધી માં આપ્યો.
હાલ ની વૈશ્વિક મહામારી કોરોના ને લઈ સમગ્ર વિશ્વ માં ચિંતા ફેલાઈ છે ત્યારે તેનો સામનો કરવા આપડા દેશ માં પણ મહત્વ ના પગલાં ઉઠાવીને લડત અપાઈ રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ વિવિધ પગલાં ઉઠાવી રહી છે ત્યારે આ મહામારી ને મહાત કરવા અલગ અલગ સ્વૈચ્છીક સંગઠનો , કર્મચારીઓ , ઉદ્યોગપતિઓ અને અન્યો પણ આર્થીક સહાય કરી ને મદદ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની અને બે મદદનીશ સરકારી વકીલો ધર્મેન્દ્રભાઈ આદ્રોજા અને સંજયભાઈ દવે એ  પોતાનો આખા મહિના નો પગાર મુખ્યમંત્રી રાહત નિધી માં અર્પણ કરી ને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડેલ છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here