હિઝબુલ ચીફ સલાહુદ્દીન સહિત પાકિસ્તાનના 18 આતંકવાદીઓને સરકાર દ્વારા જાહેર આતંકવાદીઓની યાદીમાં સામેલ કરાયા

0
0

સરકારે જાહેર કરાયેલ આતંકીઓની યાદીમાં 18 આતંકીઓના નામ ઉમેર્યા છે. તે તમામ આતંકીઓ પાકિસ્તાનના છે અને ત્યાંથી કાર્યરત આતંકી સંગઠનો સાથે સંકળાયેલા છે. ગૃહમંત્રાલયે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેંશન એક્ટ (UAPA) 1967 એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે.આ 18 આતંકીઓમાં સૈયદ સલાઉદ્દીન, હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ અને લશ્કર-એ-તૈયબાના યુસુફ મુજામ્મિલનો સમાવેશ થાય છે. મુજામ્મિલ 26/11ના મુંબઈ હુમલાનો આરોપી છે.

જાહેર આતંકીઓની યાદીમાં કોણકોણ સામેલ?

સાઝિદ મીર લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર અને મુંબઈ હુમલાની યોજના બનાવનાર.
યૂસુફ મુજામ્મિલ લશ્કરનો કમાન્ડર અને મુંબઈ હુમલાનો આરોપી.
અબ્દુલ રહેમાન મકકી લશ્કર ચીફ હાફિઝ સઇદનો સબંધી.
શાહીદ મહેમુંદ લશ્કરનું સંગઠન FIFનો ડેપ્યુટી ચીફ.
ફરહતુલ્લાહ ગૌરી 2002માં અક્ષરધામ મંદિર હુમલો અને 2005માં હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સ ઓફિસ પર હુમલામાં સામેલ હતો.
અબ્દુલ રઉફ અસગર 2001માં સંસદ પર હુમલાનો માસ્ટર માઇન્ડ.
ઇબ્રાહિમ અઝહર 1999માં કંધાર વિમાન હાઈજેકમાં સામેલ અને સંસદ પર હુમલાની માસ્ટર માઇન્ડ.
યૂસુફ અઝહર કંધાર વિમાન હાઈજેકમાં સામેલ હતો.
શાહિદ લતીફ ભારતમાં જૈશ-એ-મહમ્મદનું નેટવર્ક ઊભું કરવા અને આતંકી ઘટનાઓમાં સામેલ.
સૈયદ મોહમ્મદ યૂસુફ શાહ ઉર્ફ સૈયદ સલાહુદ્દીન હિઝબુલ મુઝાહિદ્દીનનો સુપ્રીમ કમાન્ડર .
ગુલામ નબી ખાન હિઝબુલ મુઝાહિદ્દીનનો ડેપ્યુટી સુપ્રીમ
ઝફર હુસૈન ભટ હિઝબુલનો ડેપ્યુટી ચીફ, કાશ્મીરમાં હિઝબુલ માટે ફંડિંગનું કામ સાંભળતો હતો.
રિયાઝ ઈસ્માઈલ શાહ બાંદરી ઇન્ડિયન મુઝાહિદ્દીનનો ફાઉન્ડર. મુંબઈ હુમલામાં સામેલ.
મોહંમદ ઇકબાલ જયપુર, દિલ્હી, અમદાવાદ, સુરતમાં થયેલ સિરિયલ બ્લાસ્ટમાં સામેલ હતો.
શેખ શકીલ દાઉદ ઇબ્રાહિના કામને સાંભળતો હતો. 1993માં ગુજરાતમાં હથિયારો ની હેરફેરીમાં સામેલ હતો.
મોહમ્મદ અનીસ ખાન 1993ના મુંબઈ બોમ્બ-બ્લાસ્ટની ઘટનામાં સામેલ હતો.
ઇબ્રાહિમ મેનન ઉર્ફ ટાઈગર મેનન મુંબઈ બ્લાસ્ટના કાવતરામાં સામેલ હતો.
જાવેદ ચિકના મુંબઈ બોમ્બ-બ્લાસ્ટની ઘટનામાં સામેલ હતો.

 

(આ તમામ આતંકીઓ પાકિસ્તાનના છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here