Saturday, August 20, 2022
Homeગુજરાત : સોમવારથી સરકારી કચેરીઓ શરૂ થશે, 33% સ્ટાફ અને તકેદારી સાથે...
Array

ગુજરાત : સોમવારથી સરકારી કચેરીઓ શરૂ થશે, 33% સ્ટાફ અને તકેદારી સાથે ફરજ બજાવવા સરકારનો નિર્ણય

- Advertisement -
  • હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોની કચેરીઓ ચાલુ નહિ કરાય
  • આવા વિસ્તારના કર્મચારીઓ-અધિકારીઓને પણ ફરજમાંથી મુકિત
  • સોશિયલ ડિસ્ટન્સીંગ અને આરોગ્ય સુરક્ષાના પૂરતા પ્રબંધ કચેરીઓમાં કરવાના રહેશે
  • દરેક કર્મચારીએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે
  • વર્ગ-૧-રના અધિકારીઓએ કામની જરૂરિયાત મુજબ કચેરીમાં ઉપસ્થિત રહેવું પડશે
  • વર્ગ-૩ અને તેથી નીચેનો સ્ટાફ ૩૩ ટકા સુધી ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા કરવી પડશે

ગાંધીનગર : 20મી એપ્રિલને સોમવારથી ગુજરાતમાં સરકારની કચેરીઓ 33 % સુધીના નિયંત્રીત સ્ટાફ અને કોરોના વાઈરસ સંક્રમણ સામે પૂરતા તકેદારીના ઉપાયો સાથે શરૂ કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશવ્યાપી લોકડાઉન તા. 3 મે સુધી લંબાયાની પ્રવર્તમાન સ્થિતિમાં ભારત સરકારે તા. 20 એપ્રિલથી સરકારી કચેરીઓ કાર્યરત કરવાના આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારની કચેરીઓ પણ આ દિશાનિર્દેશોના કેટલાંક નિયમોને આધિન રહીને ફરી કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.

કોરાના સંક્રમણ વિસ્તારો બાકાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 એપ્રિલથી 3 મે સુધી સરકારની કચેરીઓ સિમિત સ્ટાફ સાથે ચાલુ રાખવા અંગે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારની કચેરીઓ પણ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જે વિસ્તારમાં કોરોના વાઈરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા જે વિસ્તારો હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા છે તે વિસ્તારોમાં આવેલી કચેરીઓ ચાલુ કરાશે નહીં. આ વિસ્તારોમાં વસ્તા કર્મચારી-અધિકારીઓને ફરજ પર આવવામાંથી મુકિત આપવામાં આવી છે. એ સિવાય રાજ્ય સરકારના તમામ વહિવટી વિભાગો-ખાતાના વડાઓ-કચેરીઓ નિયંત્રીત સિમીત સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જાળવીને ચાલુ રાખવાની સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે.

તમામ કચેરીઓ રાબેતા મુજબ ચાલશે

તેમણે જણાવ્યું કે, કોવિડ-19 ચેપ વાઈરસ સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ/અધિકારીઓ તેમજ કલેકટર, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની આવશ્યક સેવાઓ, પોલીસ, અન્ન અને નાગરિક પુરવઠો, ગેસ, ઇલેકટ્રિકસિટી, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સંલગ્ન કચેરીઓ વગેરે સેવાઓની કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલું જ નહિ, વન વિભાગ હેઠળની કચેરી ઝૂ, નર્સરી, વાઇલ્ડલાઇફ સંબંધિત પ્રવૃતિ અંગે પણ ચાલુ રહેશે.

જરૂરિયાત મુજબ વર્ગ 1-2ના અધિકારીએ હાજર રહેવું પડશે

રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે વર્ગ-1-2ના અધિકારીઓએ કામની જરૂરિયાતના આધારે તેમના ખાતા-વિભાગ કે કચેરીના વડાની સુચના મુજબ કચેરીમાં ઉપસ્થિત રહેવાનું થશે અને વર્ગ-3 અને તેથી નીચેના કર્મચારીઓના સંબંધમાં 33 ટકા સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબ વ્યવસ્થા કરવાની રહેશે તથા અન્ય અધિકારી-કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે, એમ પણ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું.

સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કામગીરી

આ સુચનાઓ સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સીંગ અને કર્મચારીઓની આરોગ્ય સલામતી માટે કેટલીક ચોક્કસ કાર્યવાહી પણ કરવાની રહેશે તેની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, કચેરીના હદ વિસ્તારમાં તમામ વિસ્તારોને, શરીરને હાનિકારક ન હોય તેવા, ચેપરહિત બનાવે તેવા માધ્યમો વડે ચેપરહિત બનાવવાના રહેશે અને આ કામગીરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/સત્તામંડળની મદદ લઇ શકાશે.

માસ્ક, સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે

દરેક કચેરીના બધાં કર્મચારીઓએ કામના સ્થળે ફરજિયાતપણે માસ્ક/Face cover પહેરવાનું રહેશે અને વિસ્તારમાં પ્રવેશતા તમામ વાહનો અને યંત્રસામગ્રીને સ્પ્રે કરીને ચેપ રહિત બનાવવામાં આવશે.

કામના સ્થળે પ્રવેશતા અને ત્યાંથી વિદાય લેતાં દરેક વ્યકિતનું ફરજિયાત થર્મલ સ્કેનિંગ કરવાનું રહેશે. એટલું જ નહીં પ્રવેશ તથા બહાર જવાના તમામ સ્થળોએ અને સહિયારા ઉપયોગના વિસ્તારને, હાથ ધોવાની અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે.

2/4 વ્યકિતઓ કરતા વધુને મુસાફરી નહી કરવા દેવાય

લિફટ્સ અથવા હોઇટ્સમાં (lifts or hoists) 2/4 વ્યકિતઓ કરતા વધુ વ્યકિતઓને મુસાફરી કરવા દેવાશે નહીં. તેમજ અત્યંત આવશ્યક ન હોય તે સિવાય મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કામના સ્થળોએ બેઠક કરવાના પ્રસંગોમાં પાંચ અથવા તેથી વધુ વ્યકિત ભેગા ન થાય તેની તાકિદ કરવામાં આવી છે તેમજ બેઠકો વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવાનું જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular