સરકારી સ્કૂલના ‘તેજસ્વી તારલાં’ : બેંગલુરુની સ્કૂલના વિદ્યાર્થીઓ કોડિંગમાં એન્જિનિયરો જેવા ટેલેન્ટેડ

0
4

બેંગલુરુની મલ્લેશ્વરમ સરકારી બોયઝ હાઈસ્કૂલને 75 સેટેલાઈટ બનાવવા માટે પસંદ કરાઈ છે. આ તમામ સેટેલાઈટ આગામી વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠે લૉન્ચ થશે. સ્કૂલ પ્રિન્સિપાલ લીલા જીપી તેનું સૌથી મોટું કારણ સ્કૂલની હાઈટેક અટલ ટિંકરિંગ લેબ ગણાવે છે.

કર્ણાટકમાં આ પ્રકારની લેબ ધરાવતી ફક્ત ત્રણ સ્કૂલ છે. લીલા કહે છે કે, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં અહીંના વિદ્યાર્થીઓના કેટલાક પ્રોજેક્ટ ટોપ-50માં પસંદ થયા હતા. આ કારણથી સ્કૂલને કેન્દ્ર સરકાર અને નીતિ આયોગ તરફથી અટલ ટિંકરિંગ લેબ મળી હતી. આ લેબ તમામ બાળકો માટે છે, પછી તે બાળક કોઈ બીજી સ્કૂલનો કેમ ના હોય. અહીં સતત પ્રયોગો કરી શકાય છે. લૉકડાઉનમાં અહીં થોડી મુશ્કેલીઓ સર્જાઈ હતી, પરંતુ હવે બાળકો અહીં આવીને અનેક પ્રકારના પ્રયોગોમાં ભાગ લે છે અને કંઈક નવું શીખીને જાય છે. પછી તેઓ જુનિયર વિદ્યાર્થીઓને પણ તે શીખવે છે.

આ લેબમાં આઈટી કંપની ડેલ ટેકનિકલ મદદ કરે છે. તેમણે સોફ્ટવેર પણ આપ્યા છે. ઈન્ડિયન ટેક્નોલોજિકલ કોંગ્રેસ એસોસિયેશન અને ઈસરો સતત સ્કૂલના સંપર્કમાં છે. સ્કૂલના સારા દેખાવમાં શિક્ષણા ફાઉન્ડેશન અને સીએન અશ્વત્નારાયણ ફાઉન્ડેશન જેવી એનજીઓની પણ મહત્ત્વની ભૂમિકા છે. તેમણે લૉકડાઉનમાં સ્કૂલના 1000 ગરીબ બાળકોને ઉચ્ચ ક્ષમતા ધરાવતા ટેબ આપ્યા છે. શિક્ષણા ફાઉન્ડેશનના નવીન કહે છે કે, ઝડપથી સ્કૂલના દરેક પાંચમા વિદ્યાર્થીને હાઈ એન્ડ લેપટોપ પણ અપાશે. ફાઉન્ડેશનના કેટલાક સભ્યો સભ્યો સીધા વિદ્યાર્થીઓ સાથે જોડાઈને માર્ગદર્શન આપે છે.

લેબ ઈનચાર્જ મૈત્રા એસપી એ શખસ છે, જે આ પ્રોજેક્ટને કારણે આખું વર્ષ વ્યસ્ત રહેશે. તેઓ કહે છે કે, લોકો અહીં આવીને અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા ચકાસી શકે છે. ખાસ કરીને કોડિંગમાં. અહીં બાળકોનું કોડિંગ ટેલેન્ટ એન્જિનિયરો જેવું છે. સેટેલાઈટ પ્રોજેક્ટમાં સામેલ ધો.10નો અમિત ઝારખંડના બોકારોથી છે. તેની માતા ઘરોમાં કામ કરે છે અને પિતા મજૂરી, પરંતુ અમિત આ સરકારી સ્કૂલમાં રહીને કોડિંગમાં નિષ્ણાત થઈ ગયો છે અને હવે ખૂબ સારું અંગ્રેજી બોલે છે. એવી જ રીતે, શિવકુમાર નામનો વિદ્યાર્થી સતત સાયન્સ પ્રોજેક્ટ કરે છે.

હવે આ બોયઝ સ્કૂલમાં ગર્લ્સને પણ પ્રવેશ આપવામાં આવશે
સારું શિક્ષણ તમામનો હક છે એ વાતને ધ્યાનમાં રાખીને આ બોયઝ સ્કૂલમાં હવે ગર્લ્સને પણ પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. સેટેલાઈટ પ્રોજેક્ટ પર ધો.8થી 10ના વિદ્યાર્થી કામ કરશે, જેમાં છોકરીઓને પણ સામેલ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here