દહેગામ : કોરોના વાયસરને ધ્યાનમાં લઈ સરકારી તંત્ર એલર્ટ, હાઉસ ટુ હાઉસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની તપાસ કરવાના આપ્યા આદેશ.

0
11

ભારતમા કોરા વાયરસને ધ્યાનમા લઈ તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ લોકોને જાગ્રુત કરવા માટે ગામે ગામ પોતાના પ્રયાસો હાથ ધરવાના ચાલુ કરી દીધા. દહેગામ તાલુકામા કોરાના વાયરસની ગંભીરતાને ધ્યાનમા લઈ સરકારી કર્મચારી હાઉસ ટુ હાઉસ આરોગ્ય અંગેની તપાસ હાથ ધરવા માટે સરકારી ટીમો સક્રીય બનાવી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા કોરોના વાયસરની ગંભીરતાને ધ્યાનમા લઈને સરકારી તંત્ર એલર્ટ થઈ જવા પામ્યુ છે અને જે તે સરકારી કચેરીના અધિકારીઓએ આ બાબતે નગરપાલિકા, તાલુકા પંચાયત અને આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, આગણવાડી બેનો તથા આશાવર્કરો અને અન્ય સરકારી કર્મચારીઓને કોરોની વાયરસની ગંભીરતાને ધ્યાનમા લઈને હાઉંસ ટુ હાઉંસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા આરોગ્યની તપાસ કરવાના આદેશો આપી દીધા છે. આ કામગીરીની હેલ્થ વિભાગમા માઈક્રો પ્લાનીંગ તરીકે જોવા મળે છે.

તેમા સાવચેતીના પગલા રૂપે કોઈ પણ માણસે જાહેરમા અથવા તો ટોળા શાહીમા ઉભા રહેવુ નહી. જાહેર જગ્યા ઉપર ભેગા થવુ નહી, અગત્યનુ ખાસ કામ હોય તો જ બહાર જવુ નહીતર કામ સીવાય બહાર જવુ નહી, જાહેરમા થુકવુ નહી અને સવારથી સાંજ સુધી બને ત્યા સુધી ઘરમા જ બેસી રહેવુ, જાહેર સમારંભોમા જવુ નહી તેમજ દીવસમા સાબુથી વારંવાર હાથ ધોવા, ઘરની આજુબાજુમા ગંદકી અને કચરો નાખવો નહી, કામ સીવાય નાના બાળકોને બહાર ફરવા દેવા નહી, ઘરમા ચોખ્ખાઈ રાખવી અને બને ત્યા સુધી લગ્ન સમારંભમા જમવાનુ કે જવાનુ ટાળવુ, ઠંડા પાણી ઠંડા પીણા, આઇસ્ક્રીમોનો ઉપયોગ કરવો નહી, વધુ માણસોની સંખ્યા હોય ત્યા ઉભુ ન રહેવુ તેમજ લોકોને જનગજાગ્રુતી અને નીયમોનુ પાલન કરવુ, સરકારી કાયદાનુ પાલન કરવુ.

જ્યારે ગામડાઓમા સરકારી કર્મચારીઓ દ્વારા સર્વે કરવામા આવશે ત્યારે બે વ્યક્તિની એક ટીમ રાખવાની રહેશે જેમા એક કર્મચારી પેરામેડીકલ સ્ટાફ અને એક કર્મચારી નોન પેરામેડીકલ સ્ટાફ લખવાનો રહેશે જેમા આશાવર્કરો બેનોનો સમાવેશ થાય છે. અને આ કામ સદર હાઉંસ ટુ હાઉંસ ચાર દીવસમા પુર્ણ કરવાનુ રહેશે તેમા જિલ્લા  કલેક્ટરનો આદેશ છે. તેના માટે આજથી ગામડાઓમા તેમજ શહેરમા હાઉંસ ટુ હાઉંસ સર્વે કરવાનુ ચાલુ કરી દેવામા આવ્યુ છે.

  • ભારતમા કોરા વાયરસને ધ્યાનમા લઈ તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ લોકોને જાગ્રુત કરવા માટે ગામે ગામ પોતાના પ્રયાસો હાથ ધરવાના ચાલુ કરી દીધા
  • ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કોરાના વાયરસને ગંભીરતાને ધ્યાનમા લઈએ કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુ
  • આ જાહેરનામા સરકારી કર્મચારીઓએ ચાર દીવસમા ગામડાઓમા અને શહેરમા હાઉંસ ટુ હાઉંસ આરોગ્ય અંગેની તપાસ કરવાની રહેશે
  • આમા સરકારી કર્મચારીઓ અને આરોગ્યના કર્મચારીઓ, શિક્ષકો, આશાવર્કરો, આગણવાડી બેનો આ કામગીરીમા જોડાશે
  • આ કામગીરીને હેલ્થ વિભાગના માઈક્રો પ્લાનીંગ તરીકે જોવા મળે છે
  • લોકોને કામ સિવાય બહાર જવુ નહી, અને બને ત્યા સુધી ઘરમાને ઘરમા રહેવુ વધુ હીતાવક છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here