હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર જાગી : ભાજપ નેતા કાંતિ ગામિત સહિત 18 લોકોની કરી ધરપકડ

0
24

માજી મંત્રી કાંતિ ગામિત દ્વારા કરાયેલા કોરોના ગાઈડ લાઈન ભંગના પગલે ભાજપના નેતા કાંતિ ગામિત સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહમાં 6 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. 30 નવેમ્બરની રાત્રે યોજાયેલા સગાઈ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે ગંભીર ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર જાગી છે. અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. સોનગઢ પોલીસે આયોજકો અને તેની સાથે સંકળાયેલા 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહમાં 6 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. 30 નવેમ્બરની રાત્રે યોજાયેલા સગાઈ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. હજારો લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા. ભાજપના નેતા કાંતિ ગામિત રાજ્નયા પૂર્વ આદિજાતિ મંત્રી અને સુમુલના ડિરેક્ટર છે. વીડિયો બહાર આવ્યા બાદ કાંતિ ગાવિતે માફી માંગી હતી. તો બીજી તરફ, સરકારે તેની ગંભીર નોંધ લેતા તપાસના આદેશ આપ્યા હતા.

 

આ મામલે તાપી પોલીસવડા એક્શનમાં આવી અને સોનગઢ પોલીસની ડોસવાડા બીટ જમાદારનો ભોગ લેવાયો છે ત્યાં જ ASI અનિરુદ્ધસિંહ દેવસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે પોલીસે આકરી કાર્યવાહી કરી છે અને કાંતિ ગામીત સામે 308 મુજબ ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here