સરકારની સલાહ : ઘરે પણ માસ્ક પહેરવાનો સમય આવી ગયો, સંબંધિત દરેક સવાલના જવાબ જાણો

0
0

સુનામી જેવી કોરોનાની બીજી લહેરની વચ્ચે સરકારે પહેલી વખત લોકોને ઘરની અંદર પણ માસ્ક પહેરવાની સલાહ આપી છે.

દેશના કોવિડ-19 ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વીકે પોલે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સમય આવી ગયો છે કે આપણે ઘરની અંદર માસ્ક પહેરવો, કોઈને ઘરે ન બોલાવવા અને જરૂર વગર ઘરની બહાર પણ ન જવું.

આ પહેલી વખત છે જ્યારે સરકારે કોરોના ફેલાવવાની વાતને માની છે. જો કે, અત્યારે પણ તે કમ્યુનિટી સ્પ્રેડ નથી તેવું કહેવામાં આવ્યું છે.

તો જાણીએ ઘરે માસ્ક પહેરવાની સલાહ પાછળનું કારણ અને તેના સંબંધિત સવાલોના જવાબ…

Q. ઘરે માસ્ક પહેરવાની સલાહ કેમ આપવામાં આવી છે?
ડૉ. વીકે પોલના જણાવ્યા પ્રમાણે, કોરોના એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે ઘરના કોઈ સભ્યને ક્યારે કોરોના થઈ જાય, એ ખબર નથી પડતી. કોરોનાનાં લક્ષણોની પુષ્ટિ થાય અને તપાસમાં સામે આવે ત્યાં સુધીમાં ઘરના બાકીના સભ્યો પણ સંક્રમિત થઈ રહ્યા છે.

બીજું મોટું કારણ એ છે કે મોટી સંખ્યામાં એવા લોકો પણ છે જેઓ સંક્રમિત હોવા છતાં લક્ષણો દેખાતા નથી. આવી સ્થિતિમાં ઘરના બાકીના સભ્યોમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આવા લોકો બાકીના સભ્યોમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યા છે. ખબર ત્યારે પડે છે જ્યારે ઘરના બાકીના સભ્યોમાં કોઈ પ્રકારના લક્ષણો જોવા મળે છે અને તેમની તપાસ થાય છે.

આ જ કારણ છે કે કોરોનાની બીજી લહેરમાં આખો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે, જ્યારે તેમાંથી મોટાભાગના લોકો ઘરની અંદર જ રહે છે.

Q. આ સલાહ કોરોનાની બીજી લહેરમાં જ કેમ આપવામાં આવી?
કોરોના સંક્રમિત લોકો મોટી સંખ્યામાં શ્વાસની તકલીફ સહિત બીજા લક્ષણોથી ગંભીર રીતે બીમાર છે. લાખો લોકો હોસ્પિટલમાં દાખલ છે. ઓક્સિજન બેડની અછત હોવાથી આખી વ્યવસ્થા હચમચી ગઈ છે.

આવી સ્થિતિમાં માસ્કનો હેતુ માત્ર તેને પહેરવાથી લોકોને કોરોનાથી બચાવવાનો નથી પરંતુ બીજાને પણ બચાવીને રાખવાનો છે. તેથી આ સલાહ માત્ર કોરોના ફેલાવવાની ચેન તોડવા માટે નથી પરંતુ એવા લોકો માટે પણ છે જે વધારે જોખમમાં છે. જેમ કે, બીમાર, વૃદ્ધો અને બાળકો. આ સલાહના બે ખાસ હેતુ છે.

પહેલો- લક્ષણ વગરના કોરોના સંક્રમિતોથી ઘરના વૃદ્ધો અને બીમાર લોકોને બચાવવા.

બીજો- બીજી લહેર દરમિયાન આખો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે. ઘરે માસ્ક પહેરવાથી તેને અમુક હદ સુધી અટકાવી શકાય છે.

Q. શું સરકારે આ સલાહ આપતા પહેલા કોઈ સ્ટડી અથવા ઓબ્ઝર્વેશનની મદદ લીધી છે?
હા, આ સલાહમાં દમ છે. માસ્કની ઉપયોગીતાને લઈને ઘણા રિસર્ચ સામે આવી ગયા છે. સરકારે આ સલાહ આપતા તેની પણ મદદ લીધી છે. ઉત્તર કેરોલિનાના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસના જણાવ્યા પ્રમાણે, જો બે લોકોની વચ્ચે 6 ફૂટનું અંતર હોય અને બંનેએ માસ્ક પહેર્યું હોય તો કોરોના ફેલાવવાનું જોખમ લગભગ શૂન્ય છે.

Q. શું કોઈ અન્ય દેશે પણ ઘરની અંદર માસ્ક પહેરવાની સલાહ આપી છે?
સંપૂર્ણ રીતે આવી સલાહ તો નથી આપવામાં આવી, પરંતુ અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)એ તેનાથી મળતી આવતી સલાહ જારી કરી છે. CDCના જણાવ્યા પ્રમાણે, જો તમારા ઘરમાં કોઈ એવું છે જે તમારી સાથે રહેતું નથી, તો તમારે ઘરમાં પણ છ ફૂટના અંતરની સાથે માસ્ક પહેરવું જોઈએ.

CDCના જણાવ્યા પ્રમાણે, વૃદ્ધોએ ખાસ કરીને ત્યારે માસ્ક પહેરવો જરૂરી છે, જ્યારે ઘરમાં એવી કોઈ વ્યક્તિ હોય જે સામાન્ય રીતે ઘરે ન રહેતી હોય.

તે સ્પષ્ટ છે કે જ્યારે બહારનો વ્યક્તિ ઘરમાં આવે છે તો વૃદ્ધો, બીમાર અને બાળકોને ઘરે માસ્ક જરૂરથી પહેરવો જોઈએ.

Q. શું અલગ અલગ પ્રકારના માસ્કની અસર પણ અલગ અલગ છે?
હા, અલગ અલગ પ્રકારના માસ્કની અસર અલગ અલગ હોય છે. આ મુદ્દે દુનિયામાં ઘણા પ્રકારની સ્ટડી કરવામાં આવી છે. તેમાં વાલ્વ વગરના N95 માસ્ક સૌથી વધારે અસરકારક સાબિત થયા છે…​​​​​​​

Q. શું કોઈ સ્ટડીમાં ઘરે માસ્ક પહેરવાના ફાયદા સામે આવ્યા છે?
હા, બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવા માટે ચીનની રાજધાની બેઈજિંગમાં એક ફેમિલી સર્વેની પસંદગી કરવામાં આવી હતી. આ સર્વેમાં ઘરની અંદર માસ્ક પહેરવાને કોરોના સંક્રમણ ફેલાવવાથી રોકવામાં 79% અસરકારક માનવામાં આવે છે.

આ સર્વે 124 પરિવારોના 335 સભ્યો પર કરવામાં આવ્યો. સર્વેના અનુસાર, ઘરની અંદર કોરોના ફેલાવાનું જોખમ બહારની તુલનામાં 18 ગણું વધારે છે, કેમ કે ઘરની અંદર જે પણ પહેલા સંક્રમિત થાય છે, તેનાથી બાકીના તમામ સભ્યો ઘણા નજીક રહે છે.

આવા કિસ્સામાં જો સંક્રમિત થનાર પહેલી વ્યક્તિ લક્ષણ દેખાય તે પહેલા માસ્ક પહેરે છે તો બાકીના સભ્યોમાં સંક્રમણ રોકવામાં તે 79% સુધી અસરકારક છે. ​​​​​​​

​​​​​​Q. સરકારે બીજી શું સલાહ આપી છે?
સરકારે હોમ આઈસોલેશન દરમિયાન જે દવાઓ લઈ શકાય છે, તેના વિશે જણાવ્યું છે. ઘરે રહીને આયુર મેક્ટિન, હાઈડ્રોક્લોરોક્વિન લઈ શકાય છે. તે ઉપરાંત 5 દિવસથી વધારે ઉધરસ રહે છે તો બ્યૂડેનેસાઈડ પણ લઈ શકાય છે. તે નાકમાંથી આપવામાં આવતી દવા છે. તેને પેરાસિટામોલની સાથે લઈ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here